તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
પાંચ વર્ષની પુત્રીને ચુંદડી સાથે બાંધી જુનાગઢનાં મુસ્લિમ યુવાનના આપઘાત પાછળ ગૃહકંકાસઃ દોઢ વર્ષ પહેલાં પણ ઘરેથી નિકળી ગયેલ!
ગઇ સવારે ધોરાજી પાસેની ભાદર નદીમાંથી મળેલી લાશોના બનાવનો ભેદ ઉકેલતા એસપી સિમરન ભારદ્વાજ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ર૯ :.. અહીંના જામ કંડોરરણા રોડ ઉપર ભાદર નદી માંથી પિતા પુત્રીની લાશ ગઇકાલે સવારે મળતા જેનો ભેદ ઉકેલાયો હતો ગળહ કંકાસને કારણે પિતા પુત્રીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાદર બે નદી ના તરવડા ના કાંઠા પાસે પિતા અને પુત્રીની ચુંદડી બાંધેલી હાલતમાં લાશ મળી આવતા આ બાબતે જામકંડોણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તે પિતા પુત્રી જુનાગઢના રહેવાસી હોય અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવીને મોટરસાયકલ લઈને જુનાગઢ થી રવાના થઈ અને ભાદર નદીમાં એક ચૂંદડી બાંધીને પુલ ઉપરથી જંપ લગાવી મોત વાલો કર્યો હતો જેનો ભેદ ધોરાજી એએસપી કચેરી ના આઇપીએસ અધિકારી સિમરન ભારદ્વાજ દ્વારા સધન તપાસ હાથ ધરતા મરણ જનારના પત્નીની ફરિયાદના આધારે હકીકત બહાર આવી હતી.
જામકંડોરણા ઇન્સ્પેક્ટર આર બી વાઢીયાએ જણાવેલ કે જિલ્લા પોલીસ વડા હીમકરસિંહ તેમજ એએસપી સિમરન ભારદ્વાજની સૂચનાથી સોમવારે બાંધેલી હાલતમાં જે લાશ મળી હતી તે પીએમ જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું હતું અને તેમના સ્વજનોની શોધખોળ કરતા તેમના પરિવારજનો મળી આવ્યા હતા અને જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા
ફરિયાદી તરનુમબેન વા/ઓ ફૈજલભાઇ ગફારભાઈ વીજળીવાળા, ખત્રી ઉ.વ.૩૮, ધંધો-ઘરકામ, રહે.જુનાગઢ, અલામીન નાથીપુર મસ્જીદ પાછળ, સુખનાથ ચોક પાસે, જણાવેલ કે,
હું ઉપર લખ્યા સ્થળે મારા પરિવાર સાથે રહું છું. મારા પતી ફેજલ ભાઈ મીઠાઇ તથા ફરસાણનુ હોલસેલનો વેપાર કરતા હતા. તેમજ મારે સંતાનમા એક દિકરી અનમફાતીમા ઉ.વ.૫ ની હ તી. જે એલ.કે.જી.માં અભ્યાસ કરતી હતી. તેમજ મારા લગ્ન આજથી આશરે ૨૧ વર્ષ પહેલા થયેલ હતા. તેમજ મારા પતી ચાર ભાઇઓ હતા જેમા સૌથી મોટા આરફીભાઈ તથા અસ્લમભાઇ જે બન્ને બીમારીમા મરણ ગયેલ હતા તેમજ તેનાથી નાના ફીરોજભાઈ જે તેમના પરીવાર સાથે અમારા ઘરની નીચે રહે છે. અને તેનાથી નાના મારા પતી ફેજલભાઇ હતા. મારા પિતા અનવરભાઈ મામદભાઇ ઘુમરા, જે રાજકોટ દુધસાગર રોડ ઉપર રહે છે. હું ધોરણ-૯ સુધી ભણેલ છ
મારા લગ્ન આજથી આશરે ૨૧ વર્ષ પહેલા થયેલ હતા. અને અમારે સંતાન થતુ ન હોય જેથી મારા પતી ટેન્શનમા રહેતા હતા ત્યારબાદ અમારે ટેસ્ટયુબ દ્વારા એક દિકરી અનમફાતીમાનો જન્મ થયેલ હતો. અને અમારી દિકરી અનમફાતીમાને અવાર નવાર નાની મોટી બીમારી રહેતી હતી અ ને દિકરીને સાચવવા બાબતે મારે તથા મારા પતીને અવાર નવાર ઝઘડા થતા હતા. અને આશરે દોઢેક વર્ષ પહેલા મારા પ તી ઘરકંકાસને લીધે અમારા ઘરેથી બે દિવસ માટે જતા રહેલ હતા અને ત્યારબાદ પાછા ઘરે આવતા રહેલ હતા. તેમજ મારા પતી ફેજલભાઇ મારી દિકરી અનમફાતીમાને અવાર નવાર બહાર ફરવા લઈ જતા હતા.
ગઇ કાલ તા.૨૭/૦૭/૨૦૨૫ ના સાંજના આશરે છએક વાગ્યે મારા પતી મારી દિકરી અનમફાતીમાને અમારૂ મોટર સાઇકલ લઇને ફરવા માટે લઇ જાવ છુ તેમ કહીને અમારા ઘરેથી નીકળેલ હતા. ત્યારાબાદ રાત્રીના આશરે આઠેક વાગ્યા સુધીનુ મારા પતી ફેજલ ભાઈ તથા મારી દિકરી અનમફાતીમા આવેલ ન હોય જેથી મારા પતીને તેના મોબાઇલ ઉપર ફોન કરતા ફોન બંધ આવતો હોય જેથી મે અવાર નવાર ફોન કરેલ પરંતુ ફોન લાગેલ નહી જેથી મે મારા જેઠાણી રેહાનાબેન વા/ઓ ફીરોજભાઈ જે સ્વીવારના હીસાબે બહાર ગયેલ હોય જેથી તેને ફોન કરી જાણ કરેલ અને બાદ રેહાનાબેન તથા મારા જે ઠ ફીરોજભાઈ આવતા તેના ઘરે જઈ વાત કરેલ અને તેઓ પણ મારા પતીને અવારનવાર ફોન કરતા ફોન બંધ આવતો હ તો. તેમજ મારા પતી એક વખત અગાઉ પણ ઘરેથી જતા રહેલ હોય જેથી અમોએ બીજા કોઈને જાણ કરલ નહી. અને ત્યારબાદ સવારના ઉઠીને પણ મારા પતીના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા ફોન બંધ આવતો હતો, અને સોમવારના રોજ બપોરના આશરે પોણા બારેક વાગ્યાના અરસામા મારા જેઠ ફીરોજભાઈ આવીને મને જાણ કરેલ કે દિકરી અનમફાતીમા સાથે ફૈજલે પોતાની છાતીએ ચુંદડી બાંધી જામકંડોરણા પાસે ભાદર નદીમાં ઝંપલાવી જતા તે બન્નેની લાશ મળે લ છે. અને જામકંડોરણા સરકારી દવાખાને બન્નેની લાશ લઇ ગયેલ છે. જેથી હુ તથા મારા જેઠ ફીરોજભાઈ તથા જેઠા ણી રેહાનાબેન તથા સબંધી મહેબુબશાહ શામદાર એમ બધા જામકંડોરણા સરકારી દવાખાને આવેલ અને ત્યા મારા પતી ફે ઝલ તથા મારી દીકરી ફાતીમાની લાશ ડોક્ટર એ અમોને બતાવેલ હતી, જે ઓળખી બતાવેલી હતી
આમ, આ મારી દિકરી અનમફાતીમા ઉ.વ.૫ વાળીને અવાર નવાર નાની મોટી બીમારી રહેતી હોય અને અમારી દિકરીને સાચવવા બાબતે અમારા ઘરમાં અવાર નવાર ઝઘડા થતા હોય જેથી મારા પતીને લાગી આવતા આ મારા પતી ફૈજલભાઇ અમારી દિકરી અનમફાતીમાને ફરવા લઇ જવાનુ કહીને જામકંડોરણા પાસે આવેલ ભાદર નદીના પુલ ઉપરથી મારા પતી ફૈજલે પોતાની છાતી સાથે ચુંદડી વડે અમારી દિકરી અનમફાતીમાને બાંધી, ભાદર નદીમાં ઝંપલાવી જતા મારી દીકરી અનમફાતીમાનુ મોત નીપજાવી અને પોતે પણ મરણ જતા બનાવ બનેલ છે.
ઉપરોક્ત ફરિયાદ લઈને જામ કંડોરણા ઇન્સ્પેક્ટર આર બી વાઢીયા એ તપાસ હાથ ધરી છે. (તસવીર :- કિશોર રાઠોડ)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
