<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

પોરબંદર સામૂહિક દુષ્‍કર્મમાં મુખ્‍ય આરોપી જયરાજ સહિત ચારેય આરોપી ઝડપાયા

મુખ્‍ય આરોપી અમદાવાદમાંથી દબોચાયોઃ શહેરમાં સીસીટીવી કુટેજના આધારે આરોપીઓ પકડાઇ ગયા

પોરબંદર, તા. ર૯: ચકચારી સામુહિક દુષ્‍કર્મમાં મુખ્‍ય આરોપી જયરાજ દિલિપભાઇ સુંડાવદરાને પોલીસે અમદાવાદમાં ઝડપી લીધો તે દરમિયાન બાકીના ત્રણેય આરોપીઓને શહેરમાં સીસીટીવી કેમેરાના કુટેજના આધારે પકડી લેવામાંઆવ્‍યા છે. પોલીસે આ ચારેય આરોપી સામે કાર્યવાહી કરી છે.

આ સામુહિક દુષ્‍કર્મમાં મુખ્‍ય આરોપી જયરાજ દિલીપભાઇ સુંડાવદરા અમદાવાદ ખાતે હોવાની હકીકત આધારે એલ.સી.બી. ની એક ટીમ ગુનો જાહેર થયાના તુરંત બાદ રવાના કરવામાં આવેલ અને દરમ્‍યાન આરોપી મલ્‍હારસિંહ રધુવીરસિંહ ચૌહાણ ઉ.વ.રર રહે. પોરબંદરવાળાને એલ.સી.બી ટીમ દ્વારા તેના રહેણાંક મકાને થી દબોચી લઇ હસ્‍તગત કરી કાર્યવાહી માટે ઉદ્યોગનગર પો. સ્‍ટે. સોંપી આપેલ છે.

આ ફરીયાદમાં એક આરોપી મેરંગ ૪ તરીકે કાળા કલરની ફોરવ્‍હીલવાળો અજાણ્‍યો ઇસમ હોય. જેની નેત્રમ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર મારફત તપાસ કરતા કરાવતા બનાવમાં કાળા કલરની ઓડી કારવાળા આરોપી મેરગ ઉર્ફે મેરૂ જેઠાભાઇ સીંધલ ઉ.વ.૨૨ રહે. બોખીરા ને એલ.સી.બી. ટીમ દ્વારા ઓરીયન્‍ટ ફેકટરી પાછળ થી પકડી પાડી હસ્‍તગત કરી આગળની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પો.સ્‍ટે. સોંપી આપેલ છે. બંન્ને આરોપીઓ પકડાયા બાદ અજાણ્‍યા ઇસમ તરીકે ઉલ્લેખ કરેલ આરોપીની ઓળખ પરેડ બાકી હોય. જેથી આરોપીનું રીકંટ્રકશન પંચનામુ તેમજ ઘટના સ્‍થળની વિઝીટના ફોટા તથા વિડીયો જાહેર કરવામાં આવેલ નહી.

સામૂહિક દુષ્‍કર્મ કેસના ચારેય આરોપીઓ જયરાજ દિલીપભાઇ સુંડાવદરા, મલ્‍હારસિંહ રઘુવીરસિંહ, રાજુ ઉર્ફે  રાજ લખમણભાઇ મુળીયાસીયા તથા મેરગ ઉર્ફે મેરૂ જેઠાભાઇ સીંધલ ને પકડવાની આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા એચસી ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા ડબલ્‍યુ.એચ.સી. નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પીસી રોહિતભાઇ વસાવા વિગેરેએ કરી હતી.(

(12:22 PM IST)