<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

જેતપુરમાં ઊંચા વ્‍યાજે ૧૦ લાખ આપી મકાન પોતાના નામે કરાવી રૂપિયા માટે હેરાન કરતા ફરિયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૯: શહેરના બાપુની વાડી વિસ્‍તારમાં રહી જુના વાહનોની લે વેચનો ધંધો કરતા ઈરસાદભાઈ કાળુભાઈ પઠાણ ને  ત્રણ વર્ષ પહેલા ધંધા માટે રૂપિયાની જરૂરિયાત પડતા તેમણે અલ્‍પેશભાઈ નવીનચંદ્ર જયસ્‍વાલ પાસેથી રૂ.૧૦ લાખ ૨.૭૫ ટકા ના વ્‍યાજે લીધેલ જેની જામીનગીરી માગતા ઇરસાદભાઇ બાપુની વાડીમાં આવેલ તેની માતાના નામનું મકાન અલ્‍પેશભાઈ ના પત્‍નીના નામે કરી આપેલ બાદ તેમને અલ્‍પેશભાઈએ ૮.૧૨ લાખ બેંકમાં અને બાકીના ૧.૮૮ લાખ રોકડા આપેલ. સમય બાદ ઇરસાદભાઇ પાસે બસની ચેસીસ વેચાવવા આવેલ જેથી તેમણે અલ્‍પેશભાઈ ને કહેલ કે તમારે ચેસીસ જોઈતી હોય તો તમારા મૂળ રકમ તેમજ વ્‍યાજના રૂપિયા ચૂકતે થઈ જાય જેથી અલ્‍પેશભાઈએ ચેસીસ લઈ બાદ ફરી જાય કેલ કે મારી પાસે ચેસીસ નથી અને તમે મારું મકાન ખાલી કરી આપો અથવા વ્‍યાજ સહિત ના રૂ. ૨૨ લાખ આપો એમ કહી સતત સતામણી કરતા હોય અને તેમણે પીજીવીસીએલ માં અરજી કરી પોતાના નામે મીટર કરાવી દીધેલ અને વ્‍યાજની ઉઘરાણી કરી ગાળો આપતા હોય આ અંગેની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાવતા પોલીસે અલ્‍પેશભાઈ ઉર્ફે  ટોનુ જયસ્‍વાલ વિરુદ્ધ નાણા ધીરધાર કલમ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ.

(1:16 PM IST)