News of Tuesday, 29th July 2025
વિસાવદર તાલુકા પંચાયતમાં માલધારી અગ્રણીએ દવા ગટગટાવી
કાલસારીનું ગૌચર ખાલી કરાવવા કાર્યવાહી ન થતા પગલું ભર્યુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯: વિસાવદર તાલુકાના માલધારી અગ્રણી જાગાભાઈ દેવશીભાઈ મેવાડાએ કાલસારી ગામનું ગૌચર ખાલી કરાવવા કાર્યવાહી ન થતા વિસાવદર તાલુકા પંચાયતમાં દવા પી લેતા જૂનાગઢ ખાતે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં આવેલ ગૌચરની જમીન ખાલી કરાવવાની માગણી સાથે માલધારી સમાજ દ્વારા છેલ્લા ૨૦ દિવસથી લડત ચલાવવામાં આવી રહી છે. વિસાવદર તાલુકાનાં કાલસારી ગામના માલધારી અગ્રણી જાગાભાઈ મેવાડાએ કલેકટરને પત્ર પાઠવી ૪ દિવસમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી અને સાથે સાથે ગૌચર ખાલી કરાવવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જે મુજબ જાગાભાઈએ વિસાવદર તાલુકા પંચાયત કચેરી ખાતે દવા ગટગટાવી લેતા વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
