તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 29th July 2025
જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની 19મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન માટે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં પ્રથમ મીટીંગ મળી
શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કોર કમિટીના પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠિયા, કિશનભાઇ વસરા, ભરતભાઈ ડાંગરિયા સહિતના ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની 19મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન માટે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં સૌ પ્રથમ મીટીંગ મળી હતી.
આ મિટિંગમાં શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કોર કમિટીના પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠિયા, કિશનભાઇ વસરા, ભરતભાઈ ડાંગરિયા સહિતના અગ્રણીઓ અને જામનગરની ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ મિટિંગ દરમ્યાન આવનારા જન્માષ્ટમીના પર્વે વિશાળ અને ભવ્ય શોભાયાત્રાના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
