તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 29th July 2025
રાણાવાવના ખીજદડ ગામે ૧૯.૭૦ લાખની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો! પોરબંદર LCB એ તમામ ૬ આરોપીઓને ઝડપી પાડ્યા : જુઓ વિડીયો
લૂંટાયેલા સોના-રોકડ સહિત ૧૯.૭૦ લાખનો મુદ્દામાલ કર્યો રીકવર : ફરિયાદ પક્ષના બનેવી અને સોની સહિતના સૂત્રધાર ઝડપાયા : આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ખુલ્યો : પોરબંદર પોલીસની પ્રશંસનીય કામગીરી

પરેશ પારેખ દ્વારા, પોરબંદર : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીજદડ ગામે ગઈકાલે તા. ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ બનેલા ૧૯.૭૦ લાખ રૂપિયાના દાગીના અને રોકડની લૂંટનો ભેદ પોરબંદર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. એલ.સી.બી. ટીમે ગુનામાં સંડોવાયેલા તમામ છ આરોપીઓને ઝડપી પાડી, લૂંટમાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.
બનાવની વિગત: પરિવારને બંધક બનાવી ૧૯.૭૦ લાખની લૂંટ
ગઈકાલ તા. ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ બપોરના સમયે અજાણ્યા છ આરોપીઓએ ફરિયાદીના ખીજદડ ગામની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં ગુનો કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હતો. પ્રાણઘાતક હથિયાર છરીઓ ધારણ કરીને આવેલા આ શખ્સોએ ફરિયાદીને પાણી આપવાનું કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને મોઢે મુંગો દઈ દીધો હતો. ફરિયાદીના પત્ની પમીબેન અને પુત્રવધૂ જશુબેનને પણ મોઢે મુંગો દઈ દેવાયો હતો. સૌથી કરુણ બાબત એ હતી કે, ફરિયાદીના ૮ વર્ષના પૌત્ર દક્ષને ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પમીબેન બચાવવા વચ્ચે પડતા આરોપીએ છરી વડે તેમના બંને હાથની આંગળીઓમાં ગંભીર ઇજા કરી હતી.
ત્યારબાદ, આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી, તમામને એક રૂમમાં પૂરી દઈ બહારથી દરવાજાનો આગરીયો બંધ કરી દીધો હતો. બંને રૂમમાં રાખેલા અલગ-અલગ કબાટોના લોક તોડી તેમજ ચાવી વડે ખોલી કબાટમાં રહેલ સોનાના દાગીના જેમાં ૪ મંગળસૂત્ર, ૩ પેન્ડલ સેટ, ૨ ચેઈન, ૪ વીંટી, ૧ શિવલિંગ અને ઓમની ડિઝાઈનવાળી રુદ્રાક્ષના પારાવાળી લક્કી, અને ૨ જોડી બુટ્ટી મળી કુલ આશરે ૨૭ તોલા સોનું (કિંમત રૂ. ૧૮,૯૦,૦૦૦/-) અને રોકડ રૂ. ૮૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૯,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ બળ પ્રયોગ કરી ધાડ પાડી લૂંટ કરીને નાસી ગયા હતા.
પોલીસ કાર્યવાહી: રેન્જ IG અને SP ના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી
ઉપરોક્ત બનાવની જાણ થતા રાણાવાવ પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી અને વિગતો મેળવી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. એ-૧૧૨૧૮૦૧૫૨૫૦૫૦૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૦(૨), ૩૧૧, ૩૩૨(બી), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા પોરબંદર જિલ્લાની કુલ ૪ ટીમો બનાવવામાં આવી હતી: (૧) એલ.સી.બી. ટીમ, (૨) એસ.ઓ.જી. ટીમ, (૩) પેરોલફર્લો ટીમ, અને (૪) રાણાવાવ પોલીસ સ્ટેશન.
આરોપીઓની ધરપકડ અને ખુલાસો: બનેવી અને સોની મુખ્ય સૂત્રધાર!
બનાવસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટર કારની ઓળખ કરવા પ્રયાસો ચાલી રહ્યા હતા. તે દરમિયાન એલ.સી.બી. I/C પો.ઈન્સ. આર.કે.કાંબરીયા અને એલ.સી.બી. સ્ટાફને ગુનામાં ઉપયોગ થયેલ રજી.નં. GJ-03-MH-4759 ની બલેનો કાર અંગે માહિતી મળી. કારની પોરબંદર જિલ્લામાં આવક-જાવકની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન જ આર.કે.કાંબરીયાને ખાનગીરાહે બાતમી મળી કે, ઉપરોક્ત ગુનામાં ચોરી કરનાર ઈસમો આ જ કાર લઈને રાણાવાવ ટી-પોઈન્ટથી ત્રણ પાટિયા ભાણવડવાળા રસ્તેથી નીકળવાના છે.
બાતમી મળતા જ એલ.સી.બી. સ્ટાફ અને પેરોલફર્લો સ્ટાફ સાથે રાણાવાવથી જામનગર જતા રસ્તે હનુમાન દાદાના મંદિર પાસે પુલ ઉપર વોચ ગોઠવવામાં આવી. રાણાવાવ બાજુથી GJ-03-MH-4759 ની બલેનો કાર નીકળતા તેને રોકી, કારમાં બેઠેલા ઈસમોને નીચે ઉતારી તપાસ કરતા એક સફેદ કલરની પ્લાસ્ટિકની બેગ મળી આવી. બેગ ચેક કરતા તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી આવ્યા.
કારના ડ્રાઇવર સીટમાં બેઠેલા ઈસમની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે પોતે અને કારમાં બેઠેલા તેના માણસોએ રાણાકંડોળા ગામની હાઈવે ટચ આવેલી કરશનભાઈના ઘરેથી ગઈકાલ તા. ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ બપોરના સમયે કરશનભાઈ અને તેમના ઘરના સભ્યોને છરી બતાવી બાંધી દઈ ડરાવી-ધમકાવી લૂંટ કરી હતી.
પકડાયેલા આરોપીઓને એલ.સી.બી. ઓફિસે લાવી આગવી ઢબે પૂછપરછ કરતા મુખ્ય આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. ૨૫, રહે. પીપરડી ગામ, તા. જામ કંડોરણા, જિ. રાજકોટ) એ કબૂલ્યું કે તેને ફરિયાદીના ઘરે ચોરી કરવાની માહિતી ફરિયાદીના બનેવી દિલીપ માલદેભાઈ સાંજવા (રહે. રાજકોટ) તથા પ્રફુલભાઈ પ્રભુદાસ ચરાડવા (રહે. રાજકોટ, સોની) એ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ફરિયાદીના ઘરે ૭૦ થી ૮૦ તોલા સોનું અને ૧૦ થી ૧૨ લાખ રૂપિયા રોકડા છે. ઉપરાંત, ફરિયાદીના ઘરનું લોકેશન અને ઘરના સભ્યો અંગેની અન્ય વિગતો પણ રવિરાજસિંહ જાડેજાને પૂરી પાડી હતી. લૂંટ કર્યા બાદ જે કંઈ રૂપિયા કે સોનું મળે તેમાં ૫૦ ટકા ભાગ ફરિયાદીના બનેવી દિલીપ અને સોની પ્રફુલભાઈને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગુનો કરવા માટે રવિરાજસિંહે અમદાવાદ ખાતે રહેતા જતીન અશોકકુમાર વિશ્વનાથસિંગ પાલ (ઉં.વ. ૧૯, રહે. અમદાવાદ, મૂળ ઉ.પ્ર.) ને લૂંટ કરવા માટે માણસો બોલાવી કાવતરું ઘડી ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી જતીને નીચે મુજબના આરોપીઓનો સંપર્ક કરી તેમને બોલાવ્યા હતા:
* સિધ્ધેશ્વર ઉર્ફે સિધ્ધ દેવજીભાઈ પરમાર (ઉં.વ. ૨૮, રહે. હાલ અણખોલ, તા. કડી, જિ. મહેસાણા, મૂળ અમદાવાદ)
* સાહીલ ઉર્ફે કાલુ સર્વેશભાઈ વિશાલભાઈ યાદવ (ઉં.વ. ૨૦, રહે. અમદાવાદ, મૂળ ઉ.પ્ર.)
* નીરજ ઉર્ફે બાઠીયો શિવલાલ રૂપચંદ ચૌહાણ (ઉં.વ. ૨૩, રહે. અમદાવાદ, મૂળ ઉ.પ્ર.)
* વિશાલ મોતીલાલ પ્રસાદીલાલ ચૌધરી (ઉં.વ. ૨૫, રહે. નોયડા, ઉ.પ્ર., મૂળ રાજસ્થાન)
આ તમામ ૬ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ:
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૯,૭૦,૦૦૦/- નો લૂંટાયેલો મુદ્દામાલ સંપૂર્ણપણે રીકવર કરવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબના દાગીના અને રોકડનો સમાવેશ થાય છે:
* સોનાનું મંગળસૂત્ર-૧ (આશરે ૪ તોલા) કિંમત રૂ. ૨,૮૦,૦૦૦/-
* સોનાના મંગળસૂત્ર-૩ (દરેક ૨ તોલાના) કિંમત રૂ. ૪,૨૦,૦૦૦/-
* સોનાના પેન્ડલ સેટ-૨ (આશરે ૩.૫ તોલા) કિંમત રૂ. ૨,૪૫,૦૦૦/-
* સોનાનો પેન્ડલ સેટ-૧ (આશરે ૪ તોલા) કિંમત રૂ. ૨,૮૦,૦૦૦/-
* સોનાના ચેઈન-૨ (આશરે ૩ તોલા) કિંમત રૂ. ૨,૧૦,૦૦૦/-
* સોનાની વીંટી નંગ-૪ (આશરે ૨ તોલા) કિંમત રૂ. ૧,૪૦,૦૦૦/-
* સોનાની લક્કી-૧ (શિવલિંગ તથા ઓમ ડિઝાઇન, રૂદ્રાક્ષના પારાવાળી, આશરે ૩ તોલા) કિંમત રૂ. ૨,૧૦,૦૦૦/-
* સોનાની બુટ્ટી જોડી-૨ (આશરે ૧.૫ તોલા) કિંમત રૂ. ૧,૦૫,૦૦૦/-
* રોકડા રૂપિયા ૮૦,૦૦૦/-
કુલ સોનાના દાગીના આશરે ૨૭ તોલા, કુલ કિંમત રૂ. ૧૮,૯૦,૦૦૦/- + રોકડા રૂ. ૮૦,૦૦૦/- = કુલ રૂ. ૧૯,૭૦,૦૦૦/-.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:
પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જણાઈ આવ્યું છે:
૧. રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા:
* રાજકોટ તાલુકા પો.સ્ટે.ના ગુ.ર.નં. ફસ્ટ-૪૯/૨૦૧૯, આઈ.પી.સી. ક.૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ
* રાજકોટ તાલુકા પો.સ્ટે.ના ગુ.ર.નં. A-11208053200817/૨૦૨૦ આઈ.પી.સી. ક.૩૮૪,૩૮૫ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
* રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. A-11208053220262/૨૦૨૨ આઈ.પી.સી. ક.૧૨૦(બી), ૩૬૫, ૩૯૨, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
* વાંકાનેર સીટી પો.સ્ટે. ગુ.ર.નં. A-11189007230996/૨૦૨૩ આઈ.પી.સી. ક.૩૯૯,૪૦૦, ૪૦૨, ૩૪, ૧૨૦ બી, તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫
૨. સિધ્ધેશ્વર ઉર્ફે સિધ્ધ દેવજીભાઈ પરમાર:
* ખોખરા પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ-૧૦૪/૨૦૧૭ આઈ.પી.સી. ક.૩૦૭, જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ (આરોપી પેરોલ જંપ કરી તા. ૦૬/૦૫/૨૦૨૫ થી નાસતો ફરતો હતો.)
* અમરાઇવાડી પો.સ્ટે. ગુ.ર.નં. A-11191004210294/૨૦૨૧ પ્રોહી. ક.૬૫ઈ, ૬૬(૨), ૮૧, ૯૮(૨) મુજબ
* આઈ ટ્રાફીક પો.સ્ટે. ગુ.ર.નં. A-11191059210976/૨૦૨૧ જી.પી.એક્ટ ક.૧૩૧ મુજબ
૩. સાહીલ ઉર્ફે કાલુ સર્વેશભાઈ વિશાલભાઈ યાદવ:
* ઓઢવ પો.સ્ટે. ગુ.ર.નં. A-11191037241522/૨૦૨૪ બી.એન.એસ. ક.૩૦૫(એ), ૩૩૧(૩),(૪) મુજબ
* ઓઢવ પો.સ્ટે. ગુ.ર.નં. A-11191037241525/૨૦૨૪ બી.એન.એસ. ક. ૩૦૫(એ), ૩૩૧(૩),(૪) મુજબ
* રામોલ પો.સ્ટે. ગુ.ર.નં. A-11191024250392/૨૦૨૫ બી.એન.એસ. ક.૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ વિગેરે મુજબ
૪. નીરજ ઉર્ફે બાઠીયો શિવલાલ રૂપચંદ ચૌહાણ:
* ખોખરા પો.સ્ટે. ગુ.ર.નં. A-11191003212003/૨૦૨૧ આઈ.પી.સી. ક. ૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબ
* ખોખરા પો.સ્ટે. ગુ.ર.નં. A-11191003212004/૨૦૨૧ આઈ.પી.સી. ક. ૪૫૭, ૩૮૦ મુજબ
* ખોખરા પો.સ્ટે. ગુ.ર.નં. B-11191003210413/૨૦૨૧ આઈ.પી.સી. ક. ૧૮૮ વિ. મુજબ
* રામોલ પો.સ્ટે. ગુ.ર.નં. A-11191024231121/૨૦૨૩ આઈ.પી.સી. ક. ૩૨૩, ૩૨૪, ૫૦૬(૨), ૨૯૪(બી), ૧૧૪, જી.પી.એક્ટ ક. ૧૩૫(૧) મુજબ
* રામોલ પો.સ્ટે. ગુ.ર.નં. B-11191024240583/૨૦૨૪ જી.પી.એક્ટ ક.૧૩૫(૧) મુજબ
* રામોલ પો.સ્ટે. ગુ.ર.નં. B-11191024240143/૨૦૨૪ આઈ.પી.સી. ક. ૩૨૩, ૫૦૬(૨), ૨૯૪(બી), ૧૧૪, જી.પી.એક્ટ ક. ૧૩૫(૧) મુજબ
મોડસ ઓપરેન્ડી (MO) અને પોલીસની પ્રશંસનીય કામગીરી:
આ કેસનો મુખ્ય આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અગાઉથી માહિતી મેળવી રેકી કરતો હતો અને રાજ્ય બહારના માણસોને ચોરી કરવાના ઈરાદે બોલાવી, પોતાની કારમાં પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ભોગ બનનાર અને સાહેદોને છરી બતાવી ધમકાવી ઘરમાં પડેલ સોનું તથા રોકડ રકમની લૂંટ કરવાનો MO ધરાવે છે.
પોરબંદર જિલ્લામાં અગાઉના બે વર્ષમાં બનેલા લૂંટના બનાવની જેમ, આરોપીઓ લૂંટ કરીને પોરબંદર જિલ્લાની બહાર નીકળે તે પહેલાં અથવા લૂંટ કરીને પોતાના ઘરે પહોંચે તે પહેલાં ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી એલ.સી.બી. ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.
આ કામગીરીમાં સામેલ અધિકારી/કર્મચારીઓ:
આ સફળ કામગીરીમાં LCB I/C PI આર.કે.કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, મહેશભાઈ શિયાળ, WASI લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર, HC ઉદયભાઈ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, વિપુલભાઈ ઝાલા, જીતુભાઈ દાસા, WHC નાથીબેન કુછડીયા, PC નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ, ડ્રા. PC ગોવિંદભાઈ માળીયા, રોહીતભાઈ વસાવા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના ASI જે.આર.કટારા, HC પ્રકાશભાઈ નકુમ, પીયુષભાઈ સીસોદીયા, હરેશભાઈ સીસોદીયા, વજશીભાઈ વરૂ, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રા. PC આકાશભાઈ શાહ વિગેરે રોકાયેલ હતા.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
