<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

બાબરાના ચરખા સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી સંન્‍યાસ આશ્રમે શ્રાવણ મહિનામા સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ દ્વારા શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજા

રાજકોટઃ આશુતોષ ભગવાન સદાશિવની આરાધના કરવા માટે શ્રાવણ માસ એ અતિ ઉત્તમ પર્વ છે. પૂ. સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજે પોતાનાં જીવનકાળ દરમિયાન પ્રત્‍યેક શ્રાવણ મહિનામાં પ્રતિદિન ભગવાન મહાદેવની સર્વશ્રેષ્ઠ ઉપાસના શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજા ખૂબ જ ભાવમગ્ન થઈને, શિવમાં ઓતપ્રોત થઈને કરાવતા. પૂજ્‍ય સ્‍વામીજીની એ જ શૈવ-સાધના પ્રણાલીનાં નિર્વાહક, પૂજ્‍ય સ્‍વામીજીનાં સશિષ્‍ય સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ હાલમાં ચાતુર્માસ માટે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચરખા મુકામે સંન્‍યાસ આશ્રમમાં બિરાજી રહ્યા છે ત્‍યારે શ્રાવણ મહિના દરમિયાન તેઓ પ્રતિદિન સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી શાંતિનિકેતન સંન્‍યાસ આશ્રમે સવારે ૪ થી ૭ દરમિયાન ભગવાન શ્રી શાંતીશ્વર મહાદેવનાં સાન્નિધ્‍યમાં, આશ્રમનાં પવિત્ર વાતાવરણમાં શિવભક્‍તિભાવમાં તન્‍મય થઈને કૈલાસમાંથી ભગવાન મહાદેવનું ભાવ-સભર આવાહન, અત્‍યંત કરુણભાવથી શિવાભિષેક, આર્તભાવથી શિવ-પ્રાર્થના વગેરેથી યુક્‍ત સંપૂર્ણ વેદોક્‍તવિધિથી શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજન કરાવી રહ્યા છે. જેનો લાઈવ-પ્રસારણનાં માધ્‍યમથી હજારોની સંખ્‍યામાં ભાવિક શિવભક્‍તો લાભ લઈ રહ્યા છે. પૂજા માટે આવનાર ભક્‍તોને પૂજાપો આશ્રમમાંથી જ આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારની દાન-દક્ષિણા લીધા વગર આ મહાપૂજા નિષ્‍કામભાવથી કરાવવામાં આવે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવવું એ જ આ શિવપૂજાનો મુખ્‍ય ઉદ્દેશ છે. આ પૂજનમાં આશ્રમની મર્યાદા પ્રમાણે માત્ર ભાઈઓ જ આવી શકે છે. બહેનો-દીકરીઓ-માતાઓએ આશ્રમની યુ-ટયુબ ચેનલ ગુરુ સાન્નિધ્‍યનાં માધ્‍યમથી પોતાનાં ઘરે જ અથવા સામૂહિક મહિલા મંડળનું આયોજન કરીને આ પૂજા કરવાનો લાભ લેવો. પૂજા માટે આવનાર ભક્‍તોએ તાાન કરીને, ધોયેલા વષાો પહેરીને વહેલી સવારે ૩.૪૫ કલાકે આશ્રમમાં ઉપસ્‍થિત થઈ જવું. વડીલો, વળદ્ધો માટે પણ પૂજામાં બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ દ્વારા કરાવવામાં આવી રહેલી આ અદ્વિતીય ષોડશોપચાર વિધિથી થતી આ વૈદિક પાર્થિવ શિવલિંગ શિવ મહાપૂજાનો લાભ લેવા  પૂજા કરવા તથા પૂજાનાં દર્શન માટે પધારવા સર્વે ભાવિક ધર્મપ્રેમી શિવભક્‍તો ભાઈઓને સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી સત્‍સંગ મંડળ -ચરખા ગામ દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.વધુ માહિતી માટે (મો. ૯૮૨૫૫ ૯૨૬૦૪) અથવા(મો. ૯૯૨૫૭ ૪૬૯૪૮)ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(10:11 AM IST)