હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભુજમાં કરાટે શીખવા આવનાર સગીરાની છેડતી બદલ કોચ અને સહાયકને પોક્સો હેઠળ કોર્ટે જેલની સજા ફટકારી
મુખ્ય આરોપીને ૫ વર્ષ અને સહાયકને ૩ વર્ષની જેલની સજા, સ્વરક્ષણ માટે કરાટે કોચિંગ લેનાર સગીરાની ખુદ કરાટે કોચે છેડતી કરી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : આજે સ્વરક્ષણ માટે અનેક દીકરીઓ કરાટેની તાલીમ લે છે. પરંતુ, ભુજમાં કરાટે કોચ એ પોતાના સહાયકની મદદથી કરાટેની તાલીમ લઈ રહેલ પોતાની શિષ્યાને જ છેડતીનો ભોગ બનાવી હતી. ૬ વર્ષ જૂના આ ચકચારી કેસની હકીકત મુજબ મુળ નાની અરલના અને હાલ ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપી કરાટે કોચ વિનોદ પ્રેમજી પટેલ અને તેના સહાયક પવન રામચંદ્ર સરગરા વિરુદ્ધ વર્ષ ૨૦૧૯ માં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે પોક્સો હેઠળ ગુનો નોધાયો હતો. ફરિયાદીની 14 વર્ષીય દીકરી આરોપી વિનોદ પાસે કરાટે શીખવા માટે જતી હતી. કરાટેની તાલીમ જ્યાં આપવામાં આવતી હતી એ ભુજની સ્કુલના કમ્પાઉન્ડમાં તેમજ કરાટે કોમ્પિટિશન માટે અમદાવાદ અને નડીયાદ જતા સમયે રસ્તામાં કોચ વિનોદ પટેલ દ્વારા તેની છેડતી કરાઈ હતી. એટલું જ નહીં ઈન્ટરનેશનલ કોમ્પિટિશન દરમ્યાન જાપાન ગયા હતા ત્યારે જાપાનમાં હોટલ રૂમમાં અવારનવાર કોચ વિનોદ પટેલે બદદાનતથી સગીરાના શરીરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી હતી. તેમજ આ કેસના અન્ય સહઆરોપી પવન સરગરાએ આ સગીરાએ ઇન્સ્ટાગ્રામ પર તેના મિત્ર સાથે કરેલ વાતચીતનું સ્ક્રીનશોટ લઈ બંનેની એ ચેટને વાયરલ કરી દેવાની ધમકી આપી આ બાબત અંગે કોઈને કાઈ નહીં કહેવા ધમકી આપી હતી. આ ગુનામાં ભુજની પોક્સો કોર્ટે ૧૪ દસ્તાવેજી પુરાવા અને ૭ સાક્ષીઓને તપાસી આરોપી કરાટે કોચ વિનોદ પ્રેમજી પટેલને ૫ વર્ષ કેદની સજા અને રૂપિયા ૬૦ હજારનો દંડ તેમજ સહઆરોપી પવન સરગરાને ૩ વર્ષની કેદ અને રૂપિયા ૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ દલીલો કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
