News of Wednesday, 30th July 2025
શાપરમાં ભાવેશે ઘરથી દૂર જવાનું કહેતાં રાહુલે પાટલાથી ફટકાર્યો
અગાઉ વોટર પ્લાન્ટમાં સાથે કામ કરતાં શખ્સનો હુમલો

રાજકોટ તા.૩૦: શાપર વેરાવળ ભૂમિ ગેઇટ અંદર નર્મદા વોટર પ્લાન્ટ પાસે રહેતો અને વોટર પ્લાન્ટમાં જ કામ કરતો ભાવેશ કાળુભાઇ ઝાપડા (ઉ.વ.૩૧) રાતે સાડા નવેક વાગ્યે ઘરે હતો ત્યારે તેના ઘર પાસે રાહુલ રાઠોડ આવી બક બક કરતો હોઇ તેને ઘરથી દૂર જવાનું કહેતાં રાહુલે ઉશ્કેરાઇ જઇ ત્યાં પાટલો પડયો હોઇ તે ઉપાડીને હુમલો કરી માથા, શરીરે ઘા ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી. ભાવેશના કહેવા મુજબ રાહુલ અગાઉ સાથે જ કામ કરતો હોઇ તેથી પોતે તેને ઓળખે છે. તે રાતે નશો કરેલો હોય તેવું લાગતું હોઇ અને જેમતેમ બોલતો હોઇ દૂર જવાનું કહેતાં હુમલો કરી ભાગી ગયો હતો. (૧૪.૫)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
