News of Wednesday, 30th July 2025
શાપરમાં હર્ષાબેને ડીડીટી અને એસિડ ભેગા કરી પી લીધાં

રાજકોટ તા. ૩૦: શાપર વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતી હર્ષાબેન મુકેશભાઇ પરમાર (ઉ.વ.૨૮) નામની પરિણીતા સાંજે ડીડીટી તેમજ એસિડ સાથે ભેળવીને પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. તેણીના લગ્ન સાત વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરી છે. પતિ છુટક કારખાનામાં કામ કરે છે. પોતે ભુલથી પી ગયાનું રટણ કર્યુ હતું. શાપર પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૫)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
