હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાણવડ તાલુકાના કપૂરડી નેસ ખાતે રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખૂભાળીયા, તા.૩૦: આગામી તા.૧૦ ઓગષ્ટના વિશ્વ સિંહ દિવસ છે. રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભાણવડ તાલુકાના બરડા અભ્યારણ કપૂરડી નેસ ખાતે કરવામાં આવશે. રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી સંદર્ભે કલેકટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બરડા અભ્યારણમાં યોજાનાર સૂચિત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેનાર હોય જેને અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.
કલેકટરશ્રીએ રસ્તા, ટ્રાફિક વ્યવસ્થાપન, પ્રાથમિક સુવિધાઓ, સલામતી સહિતની વ્યવસ્થા અંગે સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી, એસીએફ રાજલ પાઠક, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
