News of Wednesday, 30th July 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં સારી કામગીરી કરનાર પોલીસકર્મીઓ આઈ.જી.યાદવ હસ્તે સન્માનિત

દ્વારકાઃ દ્વારકા ખાતે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ પોલીસકર્મીઓની મીટીંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ પોલીસ સ્ટેશનોમાં સારી કામગીરી દાખવનાર પુરૂષ તથા મહિલા પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાભરમાં આવેલ પોલીસ સ્ટેશનો પૈકી સન્માનિત કરાયેલ ૧૪ કર્મચારીઓમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ટી.સી. પટેલ, ભાણવડ પો.સ્ટે.ના પી.આઈ. કે.બી.રાજવી, વાડીનાર પો.સ્ટે.ના પી.એસ.આઈ. વી.આર.શુકલ, એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. મહંમદભાઈ યુસુફભાઈ બ્લોચ તથા ઈરફાનભાઈ આમદભાઈ, કલ્યાણપુર પો.સ્ટે.ના અનઆર્મડ લોકરક્ષક મુન્નાભાઈ રામશીભાઈ લગારીયા તથા વુમન લોકરક્ષક નીપાબેન રાજશીભાઈ માડમ, દ્વારકા પો.સ્ટે.ના અનાર્મડ હૈ. કો. સંજયભાઈ આયદાનભાઈ વાંક, આર્મડ હે.કો. શૈલેષભાઈ ભનુભાઈ સોલંકી, આર્મડ કોન્સ, જેસાભાઈ મસરીભાઈ આંબલીયા, મીઠાપુર પો.સ્ટે.ના અનાર્મડ હે.કો. આશાબેન મનોજકુમાર પરમાર, ઓખા મરીન પો.સ્ટે.ના હૈ. કો.પ્રદ્યુમનસિંહ જાડેજા તથા હે.કો. પ્રવિણભાઈ દલપતભાઈ વાણીયા તેમજ ઓખા.મરીન
પો.સ્ટે.ના અનાર્મડ એ.એસ.આઈ. કનુભાઈ અરસીભાઈ ચાવડાને વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી- દ્વારકા) (૩.૧૦)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
