<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ઉપલેટામાં મહારક્‍તદાનમાં જયેશભાઈ રાદડિયાની હાજરી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૩૦:  ખેડૂતોના સાચા હામી મસીંહા પૂર્વ સાંસદ સ્‍વ વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે તાલુકા ના સહકારી પરિવાર અને પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા દાસાપંથી વાડી ખાતે આ વર્ષે પણ મહા રક્‍તદાન કેમ્‍પનુ આયોજન કરવામાં આવ્‍યું હતુ  ઉદઘાટન જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્‍ય  જયેશભાઈ રાદડિયા ના હસ્‍તે કરવામાં આવેલ હતુ પૂર્વ ધારાસભ્‍ય છગનભાઈ સોજીત્રા લલિતભાઈ વસોયા નપા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપ પ્રમુખ જીજ્ઞાબેન વ્‍યાસ કારોબારી ચેરમેન મિતલબેન સુવા બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર ભોલે જિલ્લા ભાજપના નરશીભાઈ મુંગલપરા રવિભાઈ માકડીયા નગર શેઠ અમીતભાઈ શેઠ માજી નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા મયુરભાઈ સુવા હરસુખભાઈ સોજીત્રા કિરીટભાઈ પાદરીયા નિકુલભાઇ ચંદ્રવાડીયા ક્ષત્રિય સમાજ ના હરપાલસિંહ જાડેજા જયદેવસિંહ વાળા જશુભા વાળા ભાદાભાઈ બોરખતરીયા વલ્લભભાઈ સખીયા ગોપાલભાઈ સખીયા કમલેશભાઈ ચંદ્રવાડીયા લાખાભાઈ ડાંગર કળષ્‍ણકાંત ચોટાઈ ધરણાતભાઈ સુવા જયેશભાઈ ત્રિવેદી પીયુષભાઈ માકડીયા ડાયાલાલ ગજેરા અલ્‍પેશભાઈ વોરા દિપક સુવા મીલનભાઈ ગજેર દેવેનભાઈ ધોળકિયા લોકસાહિત્‍યકાર દેવરાજભાઈ ગઢવી સહિત પત્રકારો સહકારી આગેવાનો ગામડાના સરપંચો પટેલ સમાજના આગેવાનો રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ ભાઈઓ બહેનો યુવાનો હજર રહયા હતા યુવા અગ્રણી ઉત્તમ ઠુંમર ના માર્ગદર્શન નીચે તેમની સેવાભાવી ટીમનાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(11:18 AM IST)