<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

શ્રાવણમાં ઇંડાની લારીઓ-કતલખાના બંધ રાખવા કાલાવડ હિન્‍દુ સેના દ્વારા આવેદન

પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવતા આગેવાનો

(સચિન આશરા દ્વારા) કાલાવડ તા. ૩૦ :.. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઇંડા કરીની લારી અને કતલખાનાની દુકાનો બંધ રાખવા કાલાવડ હિન્‍દુ સેના દ્વારા મામલતદાર તથા ચીફ ઓફીસરને આવેદન પત્ર આપવામાં આવ્‍યું છે. જેમાં હિન્‍દુ સેનાની ટીમ અને હિન્‍દુ સામાજિક કાર્યકર્તા દ્વારા રજૂઆત કરાઇ છે.

આવેદન પત્રમાં જણાવ્‍યું છે કે પવિત્ર શ્રાવણ માસ છે હિન્‍દુ લોકો આ માસને ધાર્મિક દ્રષ્‍ટિએ મહત્‍વનો માનતા હોય, મંદિરોમાં પુજા-પાઠ - અર્ચના કરવા જતા હોય અને પોતાની ધાર્મિક શ્રધ્‍ધાથી શિવજીની પુજા કરતા હોય છે.

પરંતુ કાલાવડ જેવા ગામમાં ગામની શરૂઆતથી અંત સુધીમાં અનેક ઇંડાકરી નોનવેજ કતલખાનાની દુકાનો અને લારીઓની સંખ્‍યા વધી ગઇ છે. કાલ હિન્‍દુઓની ધાર્મિક લાગણીઓને ધ્‍યાનમાં રાખી શ્રાવણ માસ દરમ્‍યાન આ નોનવેજ ઇંડાકરીની દુકાનો કતલખાના લારીઓને તાત્‍કાલીક બંધ કરાવવા માંગ કરી છે.

(11:22 AM IST)