News of Wednesday, 30th July 2025
સોલડી ટોલ નાકા પાસે બે બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત

વઢવાણ, તા.૩૦: ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર સોમવારે મોડી રાત્રે ચુલી અને સોલડી ટોલ પ્લાઝા વચ્ચે પુરઝડપે આવી રહેલા બે બાઈકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઈકચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. તપાસમાં મળતક બાઈક બાઇક ચાલક ધ્રાંગધ્રા ખાતે રહેતા અશોકભાઈ પરમાર (ઉ.વ.૫૦) હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
