<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

મોરબીઃ બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સરવડાના પૂર્વ તલાટીની રીમાન્‍ડ મંજુર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૩૦: માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના બનાવમાં સીઆઈડીએ સરવડ ગામના તત્‍કાલિન તલાટી કમ મંત્રીની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તા.૩૧ સુધીના રિમાન્‍ડ મંજુર કર્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી કે.ડી.પંચાસરા ઉર્ફે લંકેશ નામના વ્‍યક્‍તિએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી સરવડ ગામના રહેવાસી મહેશ ઙ્કભાશંકર રાવલે વર્ષ ૨૦૨૨મા ખોટું સોગંદનામું, ખોટો વારસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી ન હોવા છતાં પણ મોરબીમાં રહેતા હંસાબેન નામના મહિલાને સોગંદનામામાં તેમજ વારસાઈ આંબામાં પુત્રી તરીકે દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બનાવ્‍યા હોવાની ફરિયાદ કરતા બનાવ અંગે જિલ્લા કલેકટર મોરબી અને માળીયા મિયાણા મામલતદારે તપાસ કરી હતી. જે તપાસના અંતે માળીયા મામલતદારે સરવડ ગામના તલાટી કમ મંત્રીને ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે સરવડ ગામના તત્‍કાલિન તલાટી કમ મંત્રી આરોપી ભરતભાઈ દેવજીભાઈ ખોખર રહે. મેલડી કળપા, કન્‍યા છાત્રાલય પાછળ યદુનંદન-૨૨ મોરબી વાળાની ધરપકડ કરી હતી. તેમને આજે માળીયાની કોર્ટમાં રિમાન્‍ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્‍યા હતા. કોર્ટે તેમના તા.૩૧ ઓગસ્‍ટ સુધીના રિમાન્‍ડ મંજુર કર્યા છે.(

(12:15 PM IST)