<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

પોરબંદરના રાણા કંડોરણામાં બનેવીએ સાળાના ઘરમાં ધાડ પડાવી હતી

૧૯.૭૦ લાખની લુંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્‍યોઃ ૬ આરોપીઓ સોનાના દાગીના અને રોકડ મુદામાલ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦ : ગઇકાલે રાણા કંડોરણામાં ૬ અજાણ્‍યા શખ્‍સો દ્વારા ૧૯.૭૦ લાખની ધોળે દિવસે લુંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્‍યો છે. આ લુંટના ૬ આરોપીઓને પોલીસે રાણાવાવ નજીક કારમાંથી ચોરી કરેલ સોનાના દાગીના અને રોકડ સાથે ઝડપી લીધા છે. આ બનાવમાં બનેવીએ સાળાના ઘરમાં ધાડ પડાવી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્‍યું છે.

રાણા કંડોરણામાં વાડીના મકાનમાં ૧૯.૭૦ લાખની લુંટના બનાવવાની જગ્‍યા આસપાસમાં લગાડવામાં આવેલ ખાનગી સીસીટીવી કેમેરા મારફતે તથા ટેકનીકલ સર્ચ તથા ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ તથા ગુનામાં ઉપગોગમાં લીધેલ મોટર કારની ઓળખ કરી આરોપીઓ શોધી કાઢવા પ્રયત્‍નશીલ હતા. દરમ્‍યાન એલ.સી.બી. 1.C પો.ઇન્‍સ.  આર.કે. કાબરીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન ગુનામાં ઉપયોગ થયેલ કારની વિગતો મળતા જેમાં રજી.નં.GJ-03-MH-4759 ની બલેનો કારનો આરોપીઓ દ્વારા ઉપયોગ થયેલ હોવાનું જણાય આવતા કારની પોરબંદર જીલ્લામાં આવક-જાવકની એન્‍ટ્રી બાબતેની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ હતી .

દરમ્‍યાન એલ. સી.બી ઘ્‍ પો.ઇન્‍સ. શ્રી આર.કે.કાબરીયાન ઓને ખાનગીરાહે બાતમી હકીગત મળેલ કે ઉપરોકત ગુનામાં ચોરી કરનાર ઇસમો ગુન્‍દ્રામાં સડોવાયેલ કાર લઇને રાણાવાવ ટી-પોઇન્‍ટથી ત્રણ પાટીયા ભાણવડવાળા રસ્‍તેથી નીકળવાના છે. તેવી હકીકત મળતા તુરત જ એલ.સી.બી. સ્‍ટાફ તથા પેરોલફલો સ્‍ટાફ રજી.નંબરની ફોરવ્‍હીલની વોચ તપાસમાં રાણાવાથી જામનગર જતા રસ્‍તે આવેલ હનુમાન દાદાના મંદિર પાસે પુલ ઉપર વોચ તપાસમાં  કાર નીકળતા તુરંત કારને રોકી કારમાં બેઠેલ ઇસમોને નીચે ઉતારી કારની ઝડતી તપાસ કરતા કારમાંથી એક સફેદ કલરની પ્‍લાસ્‍ટીકની બેગ મળી આવેલ જે બેગ ચેક કરતા બેગમાં સોનાના અલગ-અલગ દાગીની તથા રોકડ રકમ હોય જેથી આ બાબતે કારની ડ્રાઇવર સીટમાં બેઠેલ ઇસમને બેગમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રકમ બાબતે પૂછતા પોતે તથા કારમાં બેઠેલ પોતાના માણસોએ રાણાકંડોળા ગામની હાઇવે ટચ આવેલ કરશનભાઈના ઘરેથી  બપોરના સમયે પોતાની માણસો સાથે કરશનભાઇ તથા તેના ઘરના સભ્‍યોને છરી બતાવી. બાંધી દઈ ડરાવી ધમકાવી લુટ કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

આ આરોપીઓને એલ.સી.બી. ઓફીસ ખાતે લાવી આગવી ઢબે પુછપરછ કરતા મુખ્‍ય આરોપી રવિરાજસિંહ જાડેજા દ્વારા કબુલાત આપેલ કે પોતાને ફરિયાદીશ્રીના ઘરે ચોરી કરવાનું ફરિયાદી શ્રીના બનેવી દિલીપ માલદેભાઇ સાંજવા, રહે રાજકોટ તથા ફુલભાઈ પ્રભુદાસ ચરાડવા રહે રાજકોટવાળાએ હકિકત આપી જણાવેલ હોવાનું તેમજ ફરિયાદીશ્રીના ઘરે ૭૦ થી ૮૦ તોલા સોનુ તથા ૧૦ થી ૧૨ લાખ રૂપીયા રોકડા રહેલ હોવાનું તથા ફરિયાદીના ઘરનુ લોકેશન તથા ફરિયાદીના ઘરના સભ્‍યો અંગેની અન્‍ય વિગતો રવિરાજસિંહ જાડેજાને આપવામાં આવેલ હોવાની હકિકત જણાવેલ.

લુટ કર્યા બાદ જે કાંઇ રૂપીયા કે સોનું મળે તેમા ૫૦ ટકા ભાગ ફરિયાદીના બનેવી દિલીપ તથા સોની ફુલભાઇને આપવાનું નક્કી કરવામાં આવેલ. તેમજ ગુન્‍હો કરવા રવિરાજસિંહે અમદાવાદ ખાતે રહેતા જતીન  અશોકકુમાર વિશ્વનાથસિંગ પાલ રહે અમદાવાદ ઉત્તર પ્રદેશવાળાને લુટ કરવા સારૂ માણસો બોલાવી કાવતરુ ઘડી ગુન્‍હાને અંજામ આપવા આરોપી જતીને અન્‍ય આરોપીઓને બોલાવેલ જેમાં  સિધ્‍ધેશ્વર ઉર્ફે સિધ્‍ધ દેવજીભાઈ પરમાર,  સાહીલ ઉર્ફે કાલુ  સર્વેશભાઇ વિશાલભાઇ, નીરજ ઉર્ફે બાઠીયો શિવલાલ રૂપચંદ ચૌહાણ,  વિશાલ મોતીલાલ પ્રસાદીલાલ ચૌધરી, ઉ.વ.૨૫ રહે. ઉતરપ્રદેશવાળાનો સમાવેશ છે. આ ૬ આરોપીઓને પોલીસે પકડી લીધા છે.

લુંટના બનાવનો ભેદ ઉકેલવાની આ કામગીરીમાં  એલસીબી ઇન્‍ચાર્જ પીઆઇ આર કે કાંબરીયા.બટુકભાઇ વિંઝુડા રાજેન્‍દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, મહેશભાઇ શિયાળ તથા લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર તથા  ઉદયભાઈ વરૂ સલીમભાઇ પઠાણ ઉપેન્‍દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઈ મક્કા. કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા. વિપુલભાઈ ઝાલા, જીતુભાઈ દાસા તથા નાથીબેન કુછડીયા તથા નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર અજયભાઈ ચૌહાણ તથા ડ્રા.ગોવિંદભાઇ માળીયા, રોહીતભાઇ વસાવા તથા પેરોલ ફર્લો સ્‍કોર્ડના જે.આર.કટારા તથા પ્રકાશભાઈ નકુમ, પીયુશભાઈ સીસોદીયા, હરેશભાઇ સીસોદીયા. વજશીભાઇ વરૂ ભુપેન્‍દ્રસિંહ ઝાલા તથા ડ્રા.આકાશભાઇ શાહ વિગેરે રોકાયેલ હતા. 

(12:18 PM IST)