<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્‍મા પટેલ જુનાગઢ વિધાનસભા પ્રભારી

 

જુનાગઢઃ તા. ૩૦, આપ નેતા રેશ્‍મા પટેલે કહ્યું કે જૂનાગઢ વિધાનસભા ના પ્રભારી ની મોટી જવાબદારી આપી મારા નેતળત્‍વ ઉપર પાર્ટી એ વિશ્વાસ મૂકયો એ બદલ મારા રાષ્‍ટ્રીય નેતળત્‍વ, પ્રદેશ નેતળત્‍વ નો હું આભાર માનું છું અને મારી વિધાનસભા પ્રભારી ની જવાબદારી નીડરતા-નિષ્ઠા-પ્રમાણિકતા થી નિભાવીશ અને સફળ પરિણામ લાવી પાર્ટી ને મજબૂત કરવાનું કામ કરશું ,

પ્રભારી ની જવાબદારી એ મારા માટે એક વિરોધ પક્ષ તરીકે જૂનાગઢ વિધાનસભા ની જનતા ના હક માટે અવાજ ઉઠાવાની પણ વિશેષ જવાબદારી બને છે, અમે જુનાગઢ ની જનતા માટે અવિરત લડતા રહેશું અને ભાજપ ના શાશકો ને જગાડતા રહેશું.

 વિધાનસભા અને કોર્પોરેશન ઇલેકશન માં જૂનાગઢ ના લોકો એ ઘણા મત આપિયા છે.અમે જુનાગઢ ની જનતા ના મત રૂપી આશીર્વાદ નું ઋણ કયારેય નહીં ભૂલિયે, અમે જનતા નો અવાજ બની ખોખલા ભાજપ ના સાશનને પડકારશું.

(1:47 PM IST)