News of Wednesday, 30th July 2025
જુનાગઢના યુવાઓ સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં

જુનાગઢ, વારાણસી (બનારસ (કાશી) ઉતર પ્રદેશ)માં યોજાયેલ ૩ દીવસની રાષ્ટ્રીય ક્ક્ષાની યુવા આધ્યાત્મિક સમિટ નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતમાં સમગ્ર ભારતમાંથી ૧૧૩થી વધુ અલગ અલગ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓને બોલાવામાં આવ્યા હતા. યુવાઓ વ્યશન મુક્ત બને, ડ્રગથી દૂર રહે અને ભારત વિકસીત બને એના માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ શું કરી શકે એના માટે ચર્ચા કરવામાં આવી હતી. જુનાગઢમાં આવેલ સંસ્થા સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા પ્રમુખ હર્ષદ વાજા, અન્ય સભ્યો આદિત્ય પાડલીયા, કળશાલી પંચાસરા, વિશાખા ગંભીર, અને શુભમ સોલંકીને સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. આ લોકો એ ત્યા જુનાગઢ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મેરા ભારત વિભાગ દ્વારા થયું હતું .આ એન.જી.ઓ.ના મેમ્બર્સ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડલીયા, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર સાથે પણ મુલાકાત કરી હતી.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
