તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
જામનગરમાં લેવાનાર જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
આ તકનો લાભ લઈને 13 ઓગસ્ટ, 2025 પહેલાં ઓનલાઈન ફોર્મ ભરી દેવા જવાહર નવોદય વિદ્યાલય જામનગરના આચાર્યની અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.30 : જવાહર નવોદય વિદ્યાલય જામનગર દ્વારા લેવાનાર ધોરણ 6 પ્રવેશ પરીક્ષા - 2025 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.પહેલાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 જુલાઈ 2025 હતી જે હવે વધારીને 13 ઓગસ્ટ 2025 કરવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર હજુ સુધી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શક્યા નથી, તેમને આ તકનો લાભ લઈને 13 ઓગસ્ટ, 2025 પહેલાં તેમનું ઓનલાઈન ફોર્મ ભરી દેવા આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય જામનગરની યાદીમાં જણાવાયું છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
