<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

કચ્છના રાપરમાં ત્રીસ લાખની વીજ ચોરી ઝડપાઈ: પોરબંદર, મોરબી, જામનગર, સુરત, ભુજની ટીમો જોડાઈ

રાપર સહિતના એ ૪૦૧ વીજ જોડાણોની તપાસ કરી હતી જેમાં કોમર્શિયલ અને રહેણાંકના હતા જેમાં ૧૬ જોડાણોમા ગેરરીતિ જણાઈ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ :  રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાપર પીજીવીસીએલ વિજ કચેરી હેઠળના વિસ્તારમાં પીજીવીસીએલના મુખ્ય ઈજનેર અંજારના ચૌધરી ભચાઉ ના કાર્યપાલક ઈજનેર ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દશ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના અધિકારીઓ વી પી ગોહિલ પોરબંદર, કે પી ગોહિલ સુરત, પી એસ વસોડિયા મોરબી, એમ એચ પટેલ જામનગર, વી આર ગાંવિત ભુજ, એ.બી પ્રજાપતિ રાપર સહિતના એ ૪૦૧ વીજ જોડાણોની તપાસ કરી હતી જેમાં કોમર્શિયલ અને રહેણાંકના હતા જેમાં ૧૬ જોડાણોમા ગેરરીતિ જણાઈ આવી હતી જેમાં ૩૦ લાખની વિજ ચોરી ઝડપાઈ હતી જે અંગે પીજીવીસીએલ દ્વારા દંડની કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું રાપર પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઈજનેર એ.બી પ્રજાપતિ એ જણાવ્યું હતું. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(6:27 PM IST)