તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
જામનગરના અશરફ ખફીને તડીપાર કરતી જામનગર સીટી એ ડિવિઝન પોલીસ
હદપારના હુકમ બાદ જામનગર જિલ્લામાંથી 6 માસ માટે હદપાર કરવા તજવીજ

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ(IPS) નાઓએ જામનગર જિલ્લામા અસામાજીક માથાભારે તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા હદપારી તથા પાસા દરખાસ્તો તૈયાર કરવા સુચના આપવામા આવેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ,જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાનાઓની સુચના મુજબ પો.સબ ઈન્સ. ડી.જી.રામાનુજનાઓએ અસામાજીક માથાભારે ઈસમ વિરૂધ્ધમા હદપારી દરખાસ્ત તૈયાર કરી, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાનાઓ મારફતે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જામ શહેર વિભાગ પી.બી.પરમારનાઓ તરફ મોકલતા સબ.ડીવી.મેજી.નાઓએ આ શખ્શને હદપાર કરવા હુકમ કરતા પો.ઈન્સ.એન.એ.ચાવડા નાઓએ આજરોજ હુકમની બજવણી કરી જામનગર જિલ્લામાથી ૬-માસ માટે હદપાર કરવા તજવીજ કરેલ છે.
અશરફભાઇ જુમાભાઇ ખફી જાતે સુમરા (ઉવ-૪૬ ) (રહે. ચુનાનો ભઠ્ઠો ઢોલીયાપીરની દરગાહ પાસે જામનગર) ને તડીપાર કરાયો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં શરીર સંબંધી ગુન્હાઓ-૦૩ આર્મસ એકટ ના ગુન્હાઓ-૦૩ છે
આ સારી કામગીરી પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા તથા પો.સબ ઈન્સ. ડી.જી.રામાનુજ તથા એ.એસ.આઇ. મગનભાઇ એચ. ચંદ્રપાલ, એ.એસ.આઇ. મહિપાલસિહ એમ. જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ.કે.ઝાલા, પો.હેડ કોન્સ. સંદિપભાઇ જરૂ, પો.કોન્સ. વિનયકુમાર એ. ઝાલા દ્રારા કરવામા આવેલ છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
