<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

કચ્‍છમાં ભારે વાહનોની અવરજવર બની આફતઃ દર્શન કરી પરત ફરતા પ્રૌઢને હાઈડ્રા ક્રેઈને કચડી નાખતા મુન્‍દ્રામાં ચક્કાજામ

અંજારના રતનાલમાં ટ્રેલર ટ્રકની ટક્કરમાં ડ્રાઇવર કેબિનમાં ફસાયોઃ ભચાઉમા કન્‍ટેનર ઉથલ્‍યાઃ કચ્‍છમાં પોલીસ અને આરટીઓની હાજરી વચ્‍ચે રોડ ઉપર ટ્રાફિક નિયંત્રણના અભાવથી અકસ્‍માતોની વણઝાર સર્જાઈ

ભુજઃ અકસ્‍માતના સીસીટીવી ફુટેજ, મૃતકનો ફાઈલ ફોટો, ચક્કાજામ તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ વિનોદ ગાલા, ભુજ)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૧: કચ્‍છમાં પોલીસ અને આરટીઓની હાજરી વચ્‍ચે રોડ ઉપર ટ્રાફિક નિયંત્રણના અભાવથી અકસ્‍માતોની વણઝાર સર્જાઈ રહી છે. તેમાંયે હવે ભારેથી અતિભારે વાહનો નિયમનના અભાવે વધુ મુશ્‍કેલી સર્જી રહ્યા છે. ગઈકાલે મોડી સાંજે મુન્‍દ્રામાં એક હૃદયદ્રાવક અકસ્‍માત સર્જાતા લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. રોકડીયા હનુમાનજી મંદિરેથી દર્શન કરી બહાર નીકળતા ૫૫ વર્ષીય પ્રૌઢ ઉપર પર હાઇડ્રા ક્રેઈન ફરી વળતા તેમનું કચડાઈ જવાથી અરેરાટીભર્યું મોત નીપજ્‍યું હતુ.

શહેરના આંતરિક અવરજવર ધરાવતા આ રોડ ઉપર સર્જાયેલ અકસ્‍માત એટલો ભયકંર હતો કે પ્રૌઢનું માથું છુંદાઈ ગયું હતું. આ જીવલેણ અકસ્‍માતના પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતા અને ઉશ્‍કેરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો. મુન્‍દ્રાના શાષાી મેદાન નજીક ૫૫ વર્ષીય ઉમેલભાઈ માલમ રોકડીયા હનુમાનજી મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળેતા હતા ત્‍યારેજ આ અકસ્‍માત સર્જાયો હતો આ ઘટનાથી સમગ્ર નગરમાં શોકની લાગણી ફેલાયો હતો.

હતભાગી ઉમેદ માલમ દરરોજ રોકડીયા હનુમાન મંદિર અને દરિયાલાલ મંદિર દર્શનાર્થે જતા હતા તેમણે આ અકસ્‍માતમાં જીવ ગુમાવ્‍યો હતો. આ બનાવ બાદ ખારવા સમાજના ભાઈઓ બહોળી સંખ્‍યામાં શાષાી મેદાન પહોંચ્‍યા હતા અને ચારે બાજુ માર્ગે વાહનો આડા મૂકી રસ્‍તો બંધ કરી દીધો હતો. આ વિરોધમાં ખારવા સમાજની બહેનોએ પણ જોડાઈ પોતાનો આક્રોશ દર્શાવ્‍યો હતો. લોકોએ રામધૂન સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.

મુન્‍દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા એ માંગ કરી હતી કે શાષાી મેદાનથી ખાનગી કંપની તરફ જતા ભારે વાહનો અન્‍ય રૂટ પરથી પસાર થાય એવું સ્‍થાનિક પ્રશાસન લેખિતમાં આપે બાદમાં જ અમે અહિંથી ઉભા થઈશું. આ ટ્રાફિક ચક્કાજામ થતા શાષાી મેદાન તરફ આવતા વાહનો રોકાઈ ગયા હતા અને વાહનોના થપ્‍પા લાગ્‍યા હતા મુન્‍દ્રા પોલીસ મથક ના ઇન્‍ચાર્જ પી આઈ ડીડી સિમફની તેમજ તેમનો પોલીસ કાફલો સ્‍થળ પર પહોંચી આવ્‍યો હતો. અને લોકોને સમજાવવા પ્રયત્‍નો કર્યા હતા, પરંતુ લોકોએ પોતાની અડગ માંગણી સાથે વિરોધ ચાલુ રાખ્‍યો હતો.

આ બનાવ ની જાણ થતા રાજકીય સામાજિક આગેવાનો સ્‍થળ પર આવી પહોંચ્‍યા હતા. અને મામલો થાળે પાડવા પ્રયત્‍નો કર્યા હતા જો કે અવાર-નવાર ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્‍માત અને સમાજના અગ્રણીના નિધન બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્‍યો હતો. ગઇકાલે પણ મુન્‍દ્રા વિસ્‍તારમાં એક ચાલકે નશાની હાલતમાં ટ્રેલરને આડેધડ ચલાવી અકસ્‍માત સર્જ્‍યો હતો. જે ધટના હજુ તાજી છે ત્‍યા આજે મોટા હાઇડ્રાની અડફેટે દર્શન કરી પરત ફરતા પ્રૌઢ આવી જતા લોકોમાં ભારોભાર રોષ વ્‍યાપ્‍યો છે.

દરમ્‍યાન અંજારના રતનાલમાં ટ્રેલર અને ટ્રક વચ્‍ચે સર્જાયેલા માર્ગ અકસ્‍માતમાં ડ્રાઇવર કેબીનમાં ફસાઈ જતા કલાકોની મહેનત બાદ લોકોએ તેને માંડ માંડ બહાર કાઢયો હતો. આથી અગાઉ ભચાઉમાં કન્‍ટેનર પલટયા હતા. બેકાબૂ વાહનો તેમ જ નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્‍માત સર્જવાની પરંપરા રોકવા સરકારે આકરો કાયદો ઘડવાની જરૂર છે.

(11:01 AM IST)