<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરમાં ગુનાહિત પ્રવળતિ સાથે સંકળાયેલના ઘર પર તંત્રનુ બુલડોઝર ફરી વળ્‍યું

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે તંત્ર દ્વારા કાર્યવાહી કરીને સરકારી જગ્‍યાએ ઉપર કરેલ દબાણ દૂર કરાયું

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૩૧ :.  દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરમા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે ડિમોલિશન કરવામા આવ્‍યું છે.આવારા તત્‍વો ગુનાહિત પ્રવળતિ સાથે સંકળાયેલના ઘર પર તંત્રનુ બુલડોઝર ફરી વળ્‍યું હતું. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે દ્વારકાના રૂપેણ બંદર ના ખુશાલનગરમા ડિમોલિશન કરવામા આવી રહ્યું છે

સરકારી જગ્‍યા પર કરેલા દબાણ દૂર કરવામા આવી રહ્યા છે.(તસ્‍વીર :. દિપેશ સામાણી-દ્વારકા)

(10:57 AM IST)