<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ગોંડલના રીબડા પાસે હોટલનું ડીમોલેશનઃ પૂર્વ ધારાસભ્‍ય સામે આક્ષેપ

મામલતદાર દ્વારા નોટીસ બાદ સ્‍વૈચ્‍છીક દબાણ દુર કરાયુ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩૧ :..   રીબડા નાં સ્‍મશાન સામે સરકારી ખરાબાની સર્વે નંબર ૩૯૪ પૈકી ૫ ની જમીન પર રીબડાના મેહુલ ટોટા તથા ઘનશ્‍યામસિંહ જાડેજા દ્વારા ઠાકરધણી નામે હોટલ ખડકી દેવાઇ હોય ગોંડલ મામલતદાર દ્વારા ડીમોલેશન અંગે નોટીસ અપાતા હોટલ માલિક દ્વારા દબાણ સ્‍વૈછીક રીતે દુર કરાયુ હતુ.

દરમ્‍યાન મેહુલ ટોટાએ જણાવ્‍યુ કે રાજકોટ થી ગોંડલ સુધી અનેક દબાણો છે.અનેક ગૌચર ખવાઇ ગયાછે.તે તંત્ર નાં ધ્‍યાને આવતું નથી.માત્ર અમારી હોટલ માટે ડીમોલેશન કરાયુ છે.  હું રાજદીપસિંહ સાથે હોવાનુ કેટલાક લોકોએ જણાવ્‍યું હોય રાજકીય ઇશારે થઇ રહ્યુ છે.

જ્‍યારે ઘનશ્‍યામસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે જયરાજસિહ જાડેજાનાં ઇશારે ડીમોલેશન થઈ રહ્યુ છે.

આમ જયરાજસિહ જુથ અને રીબડા જુથ ની લડાઈ હાલ શિતયુધ્‍ધ માં ફેરવાઈ છે.(તસવીર-જીતેન્‍દ્ર આચાર્ય)

(10:59 AM IST)