તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 31st July 2025
ધ્રોલના ધરમપુરની વાડી વિસ્તારમાં ૬૮ લાખનો ૫૦૪ પેટી દારૂ જપ્ત
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનમાં જામનગર એલસીબી ટીમ ત્રાટકીઃ વાહનો સહિત ૧.૨૮ કરોડનો મુદામાલ ઝડપાયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૧: જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ધરમપુરની વાડી વિસ્તારમાંથી ૫૦૪ થી વધુ પેટી દારૂ ઝડપાતા સનસનાટી મચી ગઇ છે. રેન્જ વડા અશોકકુમાર યાદવ અને જામનગર એસપી પ્રેમસુખ ડેલુના આદેશથી જામનગર એલસીબી દ્વારા દારૂના કટીંગ સમયે જ કાર્યવાહી કરવામાં આવી હતી.
ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂ/બિયરની પેટી નંગ-૫૦૪ (બોટલ નંગ-૪૬૬૮ તથા બીયર ટીન નંગ-૨૭૬૦) તથા વાહનો તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૧,૨૮,૯૧,૦૦૦/-ના મુદામાલ બે ઇસમોને જામનગર એલ.સી.બી. ટીમે ઝડપી પાડયા છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય તથા ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર તથા રૂષીરાજસિંહ વાળાઓને મળેલ ખાનગી હકિકત આધારે ધ્રોલ તાલુકાના ધરમપુરગામ ની સીમમા અજય ધીરૂભાઇ રાઠોડની વાડીમા ચાલતા દારૂના કટીંગ ઉપર રેઇડ કરી નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૬૬૮ કિ.રૂ.૬૨,૬૮,૮૦૦/-બીયર ટીન નંગ-૨૭૬૦ કિ.રૂ. ૬,૦૭,૨૦૦/-તથા સાત વાહન કિ.રૂ.૬૦,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૧,૨૮,૯૧,૦૦૦/-ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયાએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આ દારૂ બીયરના જથ્થામા સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલ છે.
પોલીસે ચેતન હરજીભાઇ પરમાર રહે. ગુલાબનગર દયાનંદ સોસાયટી, રાહુલ પાન પાસે, જામનગર, સંજય કારાભાઇ આસુન્દ્રા રહે. ધુવાવનાકા કોળી વાસ, જામનગરની ધરપકડ કરી છે.
જયારે અજય ધીરૂભાઇ રાઠોડ રહે.ધરમપુર તા.ધ્રોલ જી.જામનગર (વાડી માલીક), આકાશ કોળી રહે. ભોયવાડો કોળીવાસ જામનગર (જથ્થો મંગાવનાર), મોસીન મુસ્લીમ રહે. જામનગર (જથ્થો મંગાવનાર), મહમદ ઇકબાલ ઉર્ફે ટકી રહે. જામનગર (જથ્થો મંગાવનાર), પુષ્પા રહે. ભોથવાડો કોળીવાસ જામનગર (દારૂના જથ્થો લેનાર), સન્ની કોળી રહે. લાલવાડી જામનગર (દારૂના જથ્થો લેનાર), બંટી મુસ્લીમ રહે. જામનગર (વોકસવેગ વેન્ટો કાર રજી. નંબર જી.જે.૦૬ ઇએચ ૮૨૦૫ નો ચાલક), લાખાભાઇ કોળી રહે. જામનગર (દારૂના જથ્થો લેનાર), ટીસી ટ્રક, નંબર એનએલ ૦૧ કે ૯૦૦૫ નો ચાલક, બોલેરો પીકઅપ નંબર જી.જે.૧૦ ટીવી ૨૦૧૦ નો ચાલક, બોલેરો મેકસ નંબર જી.જે.૧૦ ટીવાય ૧૩૧૪ નો ચાલક, અશોક લેલન બડા દોસ્ત નંબર જી.જે.૧૦ ટીવાય ૨૯૫૪ નો ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે ૧) ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૪૬૬૮ કિ.રૂ. ૬૨,૬૮,૮૦૦/-, ૨) બીયર ટીન નંગ-૨૭૬૦ કિ.રૂ. ૬,૦૭,૨૦૦/-, ૩) વાહન નંગ-૭ કિ.રૂ. ૬૦,૦૦,૦૦૦/-, ૪) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦ કુલ રૂ.૧,૨૮,૯૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોય, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૨.૧૧)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
