<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

લોકોના આક્રોશ અને ચક્કાજામને પગલે તંત્ર થયું દોડતું: કચ્છના મુન્દ્રા જૂના પોર્ટ અને અદાણી પોર્ટ તરફ ભારે વાહનો માટે રસ્તો બંધ

જો રોકડીયા હનુમાન મંદિર પાસે સ્પીડબ્રેકર હોત તો અકસ્માતની આ કરુણ ઘટના સર્જાઈ ના હોત : મુન્દ્રાની આદર્શ કુમાર છાત્રાલય, હરિબાગ, અને જનરલ હોસ્પીટલ નજીક અકસ્માતો નિવારવા શહેરીજનોની માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : ગઈકાલે મુન્દ્રામાં શહેરના શાસ્ત્રી મેદાન પાસે હાઈડ્રા ચાલક દ્વારા પ્રૌઢને કચડી નખાયા બાદ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ જાતે આડશો મૂકી રસ્તો બંધ કરી મૂક્યો હતો. ચક્કાજામ અને ઉગ્ર વાતાવરણ વચ્ચે લોકોએ અહીં ભારે વાહનો માટે પ્રવેશ બંધી કરવાની માંગ કરી હતી. આ બનાવ બાદ આજે સવારથી જ શાસ્ત્રી મેદાન નજીક પોલીસ નો બંદોબસ્ત ગોઠવાયો છે. લોકોએ આ વિસ્તાર માં સ્પીડ બ્રેકરો મુકવાની ઉઠતી માંગ કરી ભારે વાહનો શહેરમાંથી પસાર ના થાય એ માટે રજૂઆત કરી વૈકલ્પિક રસ્તે પસાર કરવા જણાવ્યું છે.

મુન્દ્રા જૂના પોર્ટ અને અદાણી પોર્ટ તરફ જતા આ રસ્તો આજે મોટા અને ભારે વાહનો માટે પોલીસે બંધ કરી દીધો છે. 

દરમ્યાન સતત ચોવીસ કલાક ટ્રાફિક થી ધમધમતા ભારે વાહનો શાસ્ત્રી મેદાન પાસે થી બંધ કરવા માં આવ્યા હતા અનેમુન્દ્રા પી આઈ રાકેશ ઠુંમ્મર ની આગેવાની માં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે ટુ વહીલર અને ફોર વહીલરો વાહનો ની અવરજ્વર ચાલુ રહી હતી 

ગઈ કાલ ના કરુણ બનાવ માં જો રોકડીયા હનુમાન મંદિર પાસે સ્પીડબ્રેકર હોત તો અકસ્માતની આ કરુણ ઘટના સર્જાઈ ના હોત.

મુન્દ્રા ના આદર્શ કુમાર છાત્રાલય, હરિબાગ, અને જનરલ હોસ્પીટલ નજીક અકસ્માતો નિવારવા શહેરીજનોએ માંગ ઉઠાવી છે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(12:21 PM IST)