<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

વિઠ્ઠલભાઇ અને રાદડીયા પરિવાર સાથેના સંબંધો કયારેય નહીં વિસરી શકાય : ચેતન રામાણી

રાજકોટ તા. ૩૧ : પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્‍ટ્રના લડાયક ખેડુત નેતા ચેતનભાઇ રામાણીની યાદીમાં જણાવાયુ છે કે ખેડુતોના મસીહા અને લેઉવા પટેલ સમાજના ભામાષા વિઠ્ઠલભાઇ રાદડીયાની છઠ્ઠી પૂણ્‍યતીથી નિમિતે સૌરાષ્‍ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતના નાના મોટા માટા ગામો , તાલુકા, જિલ્લાના સ્‍થળોએ રકતદાન કેમ્‍પના આયોજનો થકી સેવામય શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી તે સરાહનીય છે. વિઠ્ઠલભાઇ ખેડુતો માટે જીંદગીભર લડાતા રહ્યા, ઝઝુમતા રહ્યા. સૌરાષ્‍ટ્ર માટે સહકારી ક્ષેત્રે પણ તેમનો સદાય દબદબો રહ્યો છે.

શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું મહત્‍વનું યોગદાન છે. જામકંડોરણા અને રાજકોટમાં તેમણે શરૂ કરાવેલ કન્‍યા છાત્રાલયમાં હજારો દીકરીઓ શિક્ષણ મેળવી રહી છે. વિઠ્ઠલભાઇ અને તેમના પુત્ર જયેશભાઇએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્‍યારે તત્‍કાલીન ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સાથે એસ.જી.વી.પી. ગુરૂકુલ ખાતે યોજાયેલ બેઠકમાં ઉપસ્‍થિત રહેવાનો મને મળેલો મોકો યાદગાર સ્‍મૃતિ બની રહ્યો. આવા સ્‍નેહના સંબંધો કયારેય નહીં વિસરાય તેમ શ્રધ્‍ધા સુમન અર્પણ કરતા ચેતનભાઇ રામાણીએ જણાવ્‍યુ છે. (૧૬.૨)

(1:16 PM IST)