News of Thursday, 31st July 2025
જેતપુરમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્યો યોજાયા

જેતુપરઃ સૌરાષ્ટ્રના કદાવર ખેડૂત નેતા પૂર્વ સાંસદ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે શહેરની ઔદ્યોગિક સંસ્થા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયન તથા સીટી કાઉન્સિલ, માર્કેટિંગ યાર્ડ, સિનરજી હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે શહેરમાં મેગા રક્તદાન તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું જેમાં ૪૦૦ બોટલ રક્ત એકત્રિત થયું.પૂર્વ સાંસદ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી પુણ્યતિથિ ગઈકાલે સેવા કાર્યો દ્વારા ઉજવાઈ હતી દર વર્ષે ગુજરાત ભરમાં જુદા જુદા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જે સેવાની પરંપરા મુજબ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયન તથા સીટી કાઉન્સિલ, માર્કેટિંગ યાર્ડ, સિનર્જી હોસ્પિટલ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન સવારે ૯ કલાકે થી કરવામાં આવ્યું હતું જેમાં શહેર તેમજ તાલુકાના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરતા ૪૦૦ બોટલ રક્ત એકત્રિત થયું હતું. જેમાં શહેરની દેવ બ્લડ બેન્ક ની ટીમે સેવા આપી હતી. ધોરાજી રોડ ખાતે આવેલ લેવા પટેલ સમાજ માં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયેલ કેમ્પનું ઉદઘાટન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એ દીપ પ્રાગટય કરી કરેલ આ પ્રસંગે શ્રી પુરુષોત્તમધામ હવેલી માં બિરાજતા વૈષ્ણવાચાર્ય પૂ. કળષ્ણકુમારજી મહોદય (કડી અમદાવાદ), મોટી હવેલી ના પૂ. પ્રિયાંકરાયજી મહોદય સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેલ. કેમ્પમાં તમામ પ્રકારના રોગો માટે નિષ્ણાંત ડોક્ટરો ની ટીમે સેવા આપી હતી આ કેમ્પમાં એક્સરે તેમજ સોનોગ્રાફી કરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી કેમ્પ નો ૫૦૦ થી પણ વધુ લોકોએ લાભ લીધેલ. કેમ્પ ને સફળ બનાવવા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, સંજયભાઈ વેકરીયા, પ્રવીણભાઈ નંદાણીયા, દીપુભાઈ જોગી, હરેશભાઈ ગઢીયા, મનીષભાઈ પંડ્યા, અરવિંદભાઈ વોરા, રાજુભાઈ ઉસદડીયા, કૈલેષભાઈ વૈષ્ણવ, અમિતભાઈ ટાંક, વિનોદભાઈ કપુપરા સહિતના શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર- અહેવાલઃ કેતન ઓઝા- જેતપુર)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
