હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરની "એસ.એન.ટી. જી. આઇ.ટી સર્વીસીસ પ્રાઇવેટ લીમીટેડ" કંપનીના કર્મચારીએ ટેકનિકલ સિસ્ટમમાથી બિન અધિકૃત રીતે ડેટાનો અંગત ઉપયોગ કરીને કંપની સાથે વિશ્વાસઘાત : આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ
પોલીસે મહેશ ઉર્ફે મથુર ડાયાભાઇ ભરડવાની પૂછપરછ હાથ ધરી : લોકોને આવી કંપનીઓથી દૂર રહેવા અપીલ કરી : કોઈપણ વ્યક્તિગત કે ઓફિશિયલ ડેટા બિનઅધિકૃત રીતે શેર ન કરવા સલાહ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧:શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ અશોકકુમાર યાદવ દ્વારા સાયબર કાઇમને લગત ઓનલાઇન તેમજ ટેકનીકલ ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી તાબેના જીલ્લાઓને સતત માર્ગદર્શન આપતા રહે છે, જે અનુસંધાને માનનીય પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા જામનગર શહેર વિભાગ નાઓના માર્ગદર્શન તથા સાથબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ.એ. ઘાસુરા સાહેબ નાઓ દ્વારા જરૂરી સુચના કરવામાં આવેલ હતી.
હાલના સંજોગોમાં સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમાં હાલમાં જામનગર ખાતે આવેલ એસ.એન.ટી. જી. આઇ.ટી સર્વીસીસ પ્રાઇવેટ લીમીટેડ" નામની કંપનીના કર્મચારીએ પોતાને વર્ક ફ્રોમ હોમ કરવા માટે આપેલ કમ્પ્યુટર સિસ્ટમનો બિન અધિકૃત રીતે ઉપયોગ કરી કંપની સાથે ગુન્હાહિત વિશ્વાસઘાત કરી કંપનીના ડેટાનો અંગત ઉપયોગ કરી ગુન્હો કરેલ જે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુરન.૧૧૨૦૨૦૫૮૨૫૦૦૦૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૪) તથા IT એક્ટ કલમ ૬૬(સી) મુજબ ગુન્હો દાખલ થયેલ અને ગુન્હાના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થયેલ હતી.
જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. રાજુભાઈ એચ કરમુર તથા પો.હેડ કોન્સ. પ્રણવ કે વસરા પો.કોન્સ. વિકી હિરેનભાઈ ઝાલા નાઓએ ઉપરોકત ગુન્હા અંગેની ટેક્નિકલ માહિતી એકત્રિત કરી તેનું એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી લઈ પો.ઈન્સ. આઇ.એ. ઘાસરાનાઓએ આરોપીઓ વિરુધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે મહેશ ઉર્ફે મથુર ડાયાભાઇ ભરડવા ધંધો પ્રા.નોકરી રહે. ચામુંડા કુપા" માધવ બાગ-૨/૩, સાંઢીયા પુલ પાસે, જામનગરને ઝડપી લીધો છે.
વર્ક ક્રોમ હોમ સાવચેતી: જો તમે વર્ક ક્રોમ હોમ કરતા હોવ, તો કંપની દ્વારા આપવામાં આવેલી સિસ્ટમનો ઉપયોગ માત્ર સત્તાવાર કાર્યો માટે જ કરો અને કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિથી દૂર રહો.
કોઈપણ વ્યક્તિગત કે ઓફિશિયલ ડેટા બિનઅધિકૃત રીતે શેર ન કરો
આવો કોઈ પણ સાયબર ક્રાઈમનો બનાવ આપની સાથે બને તો તુરંત જ તેની જાણ તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવી, તેમજ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરીને તુરંત જાણ કરવી
સજાગ રહો....... સુરક્ષિત રહો…તેમ સાયબર ક્રાઈમ જામનગરની ટીમે જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
