News of Thursday, 31st July 2025
બરવાળા તાલુકાના રામપરા ગામે વિજ ચેકીંગ દરમિયાન કર્મચારી પર હિચકારો હુમલો : ચાર શખ્શો સામે ફરિયાદ
વિજ ચોરી કરનાર આરોપીઓએ ચેકિંગ કર્મચારીને ગાળોભાંડી અને ધોલ થપાટ કરી મૂઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ

બોટાદમાં વિજ ચેકિંગ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. બરવાળા તાલુકાના રામપરા ગામે વિજ ચેકીંગ ટીમ સાથે ઝપાઝપી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, બોટાદમાં બરવાળા તાલુકાના રામપરા ગામે વિજ ચેકિંગ ટીમ સાથે મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. PGVCL કર્મીઓની ટીમ વિજ ચેકિંગ કરવા માટે બરવાળાના રામપરા ગામે ગયા હતા. વિજ ચેકિંગ માટે ગયા ત્યાર વિજ કનેક્શમાં ગેરરિતી માલુમ થતા પીજીવીસીએલ ટીમના વીજ ચેકીંગના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી થયા અંગેનું માલુમ પડતાં તપાસ કરનાર કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. વિજ ચોરી કરનાર આરોપીઓએ ચેકિંગ કર્મચારીને ગાળોભાંડી અને ધોલ થપાટ કરી મૂઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર ઘટનાને પગલે PGVCL કર્મીઓએ બરવાળા પોલીસ મથકમાં વીજ ચોરી કરનાર રામપરા ગામના 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બરવાળા પોલીસે ફરિયાદના આધારે રામપરા ગામના એક જ કુટુંબના વિનુભાઈ ભીખાભાઈ કોલાદરા, કિશનભાઈ વિનુભાઈ કોલાદરા, કરણભાઈ વિનુભાઈ કોલાદરા અને અરવિંદભાઈ ભીમજીભાઈ કોલાદરા વિરુધ્ધ બરવાળા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
