<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

મોરબી : મોબાઈલમાં E-KYC મેસેજ આવ્યા અને ખાતામાંથી રૂ ૧૨.૫૦ લાખ ગાયબ.

ઘુનડા ગામ પ્લોટ વિસ્તારના રહેવાસી નીતિનભાઈ કોટડીયાએ ફરિયાદ નોંધાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સાયબર ક્રાઈમના એક બાદ એક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં એક આધેડના મોબાઈલમાં બેંક ઈ કેવાયસીની APK ફાઈલ મોકલી બેંક ખાતામાંથી રૂ ૧૨,૫૦,૦૦૦ ની રકમ બારોબાર ઉપાડી લઈને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ઘુનડા ગામ પ્લોટ વિસ્તારના રહેવાસી નીતિનભાઈ ઠાકરશીભાઈ કોટડીયાએ આરોપી મોબાઈલ નંબર ૯૭૫૩૧ ૦૮૮૮૮ અને  ૮૧૦૧૫ ૩૯૪૦૮ ના ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. `૦૬-૦૪-૨૦૨૫ થી તા. ૦૮-૦૪-૨૫ દરમિયાન આરોપીઓ ગુનાહિત કાવતરું રચી ફરિયાદી નીતિનભાઈના ફોનમાં ખોટા મેસેજ કરી છેતરપીંડી કરવાના ઈરાદે ઇન્ડસઈન્ડ બેંક ઈ-કેવાયસી નામની APK ફાઈલ કરી મોબાઈલમાં વોટસએપ મારફત મોકલી હતી અને બેંક ખાતામાંથી ફરિયાદીની જાણ બહાર રૂ ૧૨,૫૦,૦૦૦ બારોબાર ઉપાડી લઈને છેતરપીંડી કરી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:38 PM IST)