News of Friday, 1st August 2025
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબીમાં વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ.
તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, વિનામૂલ્યે અપાશે : સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાલીમ વિનામૂલ્યે આપવામાં આવેછે.તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.
એડ્મિશન લેવા જરૂરી ડોકયુમેંટ:-આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો. વહેલા તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં એડ્મિશન લેવાના હોય કેન્દ્રની મુલાકાત લેવા જણાવ્યું છે.
“પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબી,૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી મૉ. ૭૪૮૭૦ ૭૬૩૭૪ https://forms.gle/143vwzXw9dZjqvad7 નો સવારે10 થી સાંજે 5 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
