<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ગોંડલના બિલીયાળા ગામે વીજકરંટ લાગતા પિતા-પુત્રએ જીવ ગુમાવ્‍યોઃ

ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા વીજકરંટ લાગ્યોઃ રક્ષાબંધન પહેલા જ બહેનોનો એકનો એક ભાઈ મોતને ભેટ્યો

ગોંડલઃ ગોંડલના બિલીયાળા ગામે વીજકરંટ લાગતા પિતા-પુત્રના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. બિલીયાળા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા વીજકરંટ લાગ્યો હતો. પિતા-પુત્રને ઓરડીમાં વીજકરંટ લાગતા મોત થયું હતું.
ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા પિતા-પુત્રને ભીખાભાઈ હિરપરા અને ક્રિસ હિરપરાને ઓરડીમાં જોરદાર વીજકરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ ફંગોળાઈ જવાની સાથે મોત થયું હતું. મૃતક પુત્ર ક્રિશ રાજકોટની આત્મિય કોલેજમાં BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની સાથે બે બહેનોને એકનો એક ભાઈ હતો.
ગોંડલઃ રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નિપજતા બહેનોમાં પણ શોકની લાગણી છે. બંનેના મૃતદેહોને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તાલુકા પોલીસ, PGVCL સહિતની ટીમે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

(11:38 AM IST)