News of Sunday, 3rd August 2025
વનવિભાગની કામગીરી અસંતોષજનકઃ જેવી કાકડીયા
ધારીના ભાજપના ધારાસભ્યએ સિંહોના મોત મામલે વનમંત્રી પત્ર લખ્યોઃ અગાઉ જાફરાબાદ રેન્જ મામલે હિરાભાઇ પણ વિરોધ નોંધાવી ચુકયા છે

અમરેલીઃ જાફરાબાદ રેન્જમાં સિંહબાળ-સિંહોના મોત મામલે વધુ એક ધારાસભ્ય મેદાને આવ્યા છે. વનવિભાગ સામે વધુ એક ભાજપના જ ધારાસભ્યએ લેટર બોમ્બ ફોડ્યો છે.
ધારાસભ્ય હીરા સોલંકી બાદ ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખ્યો છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન અને પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં છેલ્લા 2 માસમાં સિંહોના મૃત્યુના બનાવો વધતા સવાલો ઉઠાવ્યા છે.
તાજેતરમાં સિંહબાળના મોટી સંખ્યામાં મોત થયા છે તે કોઈ ગંભીર વાયરસના કારણે થયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત સવાલ ઉઠાવ્યો છે કે, વનવિભાગ પેટ્રોલિંગ કરી રહ્યું હોવા છતાં સિંહોના મોત ક્યાં કારણોસર થાય છે?
ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ વનવિભાગ સામે ગંભીર સવાલો ઉઠાવી આ બાબતને ગંભીર ગણાવી હતી. અગાઉ પણ દીપડાઓ દ્વારા હુમલાઓ કરી માનવમૃત્યુ બનાવો અંગે વનવિભાગની નિષ્કાળજી ગણાવી હતી. આ મામલે વનવિભાગની હાલની કામગીરીને અંસતોષજનક ગણાવી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
