તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 3rd August 2025
ગોંડલનાં બીલીયાળાની સીમમાં વાડીએ પિતા પુત્રને શોર્ટ લાગતા ઘટના સ્થળે બન્નેનાં મોત
બે બહેનોનાં એકના એક ભાઈનું રક્ષાબંધન પુર્વે મોત નિપજતા પરિવારમાં કલ્પાંત:પુત્ર રાજકોટની આત્મિય કોલેજમાં અભ્યાસ કરતો હતો.

ગોંડલ થી આઠ કિ.મી દૂર બીલીયાળા ની સીમ માં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વેળા પિતા પુત્ર ને શોર્ટ લાગતા તિવ્ર વિજ કરંટને કારણે બન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.બે બહેનો વચ્ચે એકના એક ભાઇનું રક્ષાબંધન પુર્વે આકસ્મિક મોત થતા પરિવાર માં હૈયાફાટ રુદન સાથે શોક છવાયો છે.ઘટનામાં પરિવારે તેનાં મોભી પણ ગુમાવ્યા હોય નાનુ એવુ બીલીયાળા ગામ શોકમગ્ન બન્યુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ બીલીયાળા રહેતા ભીખાભાઈ ભવાનભાઇ હિરપરા ઉ.55 અને તેમનો પુત્ર ક્રીસ ઉ.19 નિત્યક્રમ મુજબ સાંજે પોતાની વાડીએ ગયા હતા.વાવણી કરી હોય મોલાત ને પાણી પીવરાવવા પિતા પુત્રને વાડીની ઓરડીમાં જઇ પાણીની મોટર ચાલુ કરવા જતા શોર્ટ લાગ્યો હતો.જોરદાર વિજ કરંટ ને કારણે બન્ને ફંગોળાયા હતા.અને ઘટના સ્થળે જ બન્નેનાં મોત નિપજ્યાં હતાં.
સારી વાર થવા છતા પિતા-પુત્ર ઘરે પરત નહી ફરતા ભીખુભાઈ નાં પત્નિએ વારંવાર મોબાઇલ કરવા છતા માત્ર રિંગ વાગતી હોય કંઇક અજુગતુ બન્યાની શંકાએ પાડોશમાં રહેતા ભરતભાઈ ને જાણ કરતા તેઓ વાડીએ દોડી જતા અને પિતા-પુત્ર ને મૃત હાલત માં જોતા તેમણે સગા સબંધીઓને જાણ કરી હતી.
બનાવ નાં પગલે બીલીયાળાનાં સરપંચ દિપકભાઈ રુપારેલીયા,યુવા અગ્રણી ગણેશભાઈ, સમીરભાઈ કોટડીયા,ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ઉઠ્યા હતા.અને પિતા-પુત્ર નાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
