<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ભાવનગરમાં મેઘરાજાનું આગમન: અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

કુંભારવાડા, રેલવે સ્ટેશન રોડ, ખારગેઈટ, રૂપમ ચોક અને વડવા જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો: કુંભારવાડા શીતળા માતાના મંદિર પાસે પાણી ભરાયા

ભાવનગર :  લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ભાવનગર શહેરમાં આખરે મેઘરાજાનું આગમન થયું છે. શહેરના કુંભારવાડા, રેલવે સ્ટેશન રોડ, ખારગેઈટ, રૂપમ ચોક અને વડવા જેવા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. 

શહેરના અલકા ટોકીઝ સહિતના અન્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. જોકે, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને કુંભારવાડા શીતળા માતાના મંદિર પાસે પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

(8:43 PM IST)