<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ધ્રોલના લૈયાળા ગામની સીમ વિસ્તારમાથી જાહેરમા જુગાર રમતા પાંચ શખ્શોને રૂ.૨૧,૪૫૦ના મુદામાલ સાથે પકડી પાડતી ધ્રોલ પોલીસ

લૈયાળા ગામની સીમ વિસ્તારમાથી ગંજીપતાના પાના તથા પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હતા

જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસૂખ ડેલુનાઓએ જામનગર જીલ્લામાંથી દારૂ/ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક  જામનગર ગ્રામ્ય વિભાગના જામનગર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક આર.બી દેવધાનાઓના માર્ગદશન તથા સુચના મુજબ ધ્રોલ પો.સ્ટેના પો.ઇન્સ. એચ.વી.રાઠોડની સુચના મુજબ ધ્રોલ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમા હતા.

     દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ.કલ્પેશભાઇ ડી.કામરીયા તથા હરદેવસિંહ જે. જાડેજા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઇ નારણભાઇ શિયારનાઓને સંયુકત મળેલ ખાનગી હકિકત આધારે ધ્રોલ તાલુકાના લૈયાળા ગામની સીમ વિસ્તારમાથી ગંજીપતાના પાના તથા પૈસા વડે નીચે જણાવેલ નામવાળા શખ્શો પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવતા, તેઓના કબ્જામાંથી રોકડા રૂપીયા-૨૧,૪૫૦/- નો મુદામાલ કબ્જે કરી, મજકુર આરોપીઓને પકડી પાડી, મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં જુધા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી (૧) કિશોરસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.વ.૪૪ ધંધો ખેતી રહે.લૈયારા ગામ તા.ધ્રોલ જી.જામનગર.(૨) સીકંદર ઇસ્માઇલભાઇ ખેરાણી ઉ.વ.૩૪ ધંધો ખેતી રહે.લૈયારા ગામ તા.ધ્રોલ જી.જામનગર.(3) દેવેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા ઉ.વ.૩૪ ધંધો.ખેતી રહે.લૈયારા ગામ તા.ધ્રોલ જી.જામનગર.(૪) જયપાલસિંહ સહદેવસિંહ જાડેજા ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે.લૈયારા ગામ તા. ધ્રોલ જી.જામનગર (૫) હનીફભાઇ બોદુભાઇ ખીરા ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે.લૈયારા ગામ તા.ધ્રોલ જી.જામનગર.
આ કાર્યવાહી ધ્રોલ પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એચ.વી.રાઠોડ તથા પો.હેડ કોન્સ. કલ્પેશભાઇ દામજીભાઇ કામરીયા તથા રાજેશભાઇ કાથડભાઇ મકવાણા તથા હરદેવસિંહ જગતસિંહ જાડેજા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઇ નારણભાઇ શિયાર તથા નાગજીભાઇ પુંજાભાઇ ગમારા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(10:59 PM IST)