તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 4th August 2025
મોરબીના ઇન્દિરા નગર, મહેન્દ્રપરા, ત્રાજપર માંથી ૧૧ માળિયાના ખાખરેચી ગામેથી જુગાર રમતા ૬ ઝડપાયા.
જુગારીઓને ઝડપી લેવા પોલીસના દરોડા : રોકડ રકમ સાથે પિતાપ્રેમીઓને ઝડપી લેવામાં સફળતા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઇન્દ્રીરાનગર મંગલમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દ્રીરાનગર મંગલમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ગજાભાઈ રામજીભાઈ સાતોલા, રોહિતભાઈ કેશુભાઈ કુંવરિયા અને લગધીરભાઈ મુસાભાઈ સોલંકીને રોકડ રકમ રૂ,૨૦૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રપરા શેરી ૪ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મહેન્દ્રપરા શેરી ૪ રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા યશભાઈ હીરાભાઈ ખીટ, વિક્રમભાઈ રમેશભાઈ પરસાડીયા, હિતેશભાઈ રમેશભાઈ પરમાર, સુનીલભાઈ ઘનજીભાઈ નકુમ, રવિભાઈ દેવાભાઈ ડાભી, યોગેશભાઈ હરિભાઈ પરમાર, મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર અને કિશનભાઈ હિતેશભાઈ ઉર્ફે છગનભાઈ ડાભીને રોકડ રકમ રૂ.૪૩૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
