News of Monday, 4th August 2025
મોરબીના ઓમ શોપિંગ સેન્ટરમાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો.
ફાયરની ટીમે પણ જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર દોડીને જઈએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઓમ શોપિંગ સેન્ટરમાં સવારના સુમરાએ એક દુકાનમાં આગનો બનાવ બનતા કોમ્પ્લેક્ષમાં રહેલ ફાયર સાધનો વડે આગ બુઝાવવાનો વેપારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ફાયરની ટીમે પણ દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો
મોરબીના રવાપર રોડ પર આવેલ ઓમ શોપિંગ સેન્ટરમાં સવારના સુમરાએ એક દુકાનમાં આગનો બનાવ બનતા કોમ્પલેક્ષના વેપારીઓ દોડી આવીને ફાયર સાધનો વડે આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે ફાયરની ટીમે પણ જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર દોડીને જઈએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી તો વેપારીઓની સર્તકતાના કારણે મોટી દુર્ધટના બનતા ટળી હતી.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
