તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
હળવદના કડિયાણા નજીક નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકીઃ બાઇક ચાલકને બચાવા જતા નડ્યો અકસ્માત

(દીપક જાની દ્વારા) હળવદ તા.૪: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરિયા ગામે રહેતા સાજીદભાઈ પીરજાદા નામના વ્યક્તિ રણ કાંઠા વિસ્તારમાંથી પોતાની ઇકો કારમાં ઝીંગા ભરી વાંકાનેર જઈ રહ્યા હતા. ત્યારે હળવદના કડીયાણા થી માથક રોડ પર પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલના નાલે સામે આવી રહેલ બાઈક ચાલકને બચાવવા જતા કાર સાથે ચાલક કેનાલમાં ખાબક્યો હતો. જો કે ઈકો કારના આગળના દરવાજા ના કાચ ખુલ્લા હોય અને કેનાલ કાંઠે જ દુકાન હોય તેમજ ત્યાં અન્ય પાંચથી છ વ્યક્તિઓ બેઠા હોય જેથી તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ દોડી જઈ મહા મહેનતે ઈકો ચાલકને કેનાલમાંથી બહાર કાઢયો હતો.જ્યારે ઈકો કારને કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.(૩૮.૧૨)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
