<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

શ્રાવણના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને ૭૦ હજાર ભાવિકો

વહેલી સવારે ૪ વાગ્‍યાથી અવિરત દર્શનઃ પાલખીયાત્રા, પૂજન, બિલ્‍વ પૂજા, મધ્‍યાહન મહાપૂજન સહિતના કાર્યક્રમો

 

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૪: સોમનાથમાં બીજા સોમવાર માનવ મહેરામણ ઉમટયુ છે. બપોરે ૧૨ વાગ્‍યા સુધી ૭૦ હજાર શિવ ભક્‍તોએ શીશ ઝુકાવ્‍યું છે. વિશ્વનું પ્રથમ જર્યોતિલીગ સોમનાથ મહાદેવના સાંનિધ્‍યમાં બીજા સોમવારની પુર્વ સંધ્‍યાથી  ભકતો પ્રવાહ વધવા લાગેલ હતો તેમજ ટ્રસ્‍ટના તમામ ગેસ્‍ટહાઉસો હાઉસફુલ થયેલ હતા.

સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ કે શ્રાવણ માસના બીજા સોમવારે ટ્રસ્‍ટ વહીવટી પોલીસ તંત્ર દ્વારા શિવભકતોને કોઈપણ અગવડતા ન પડે તે માટે વ્‍હેલીસવારે ૪ વાગ્‍યા થી આયોજન કરાયેલ હતું તેમજ ટ્રસ્‍ટ દ્વારા પ્રાત મહાપુજા સવારે ૬ થી ૭, પ્રાત આરતી સવારે ૭ થી ૭.૧૫, સવાલક્ષ બિલ્‍વાર્ચન સવારે ૭.૩૦ થી ૧૦.૪૫, પાલખીપુજન તથા યાત્રા સવારે ૮.૩૦ કલાકે, મધ્‍યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨, મધ્‍યાન આરતી ૧૨ થી ૧૨.૧૫ વાગ્‍યા સુધી માં ૭૦ હજારથી વધુ શિવ ભક્‍તો એ શીશ ઝુકાવ્‍યું હતું. તેમજ ટ્રસ્‍ટ દ્વારા વળધ્‍ધ, અશકત, અપંગ વ્‍યકતીઓ માટે પાર્કીંગથી લઈ મંદિર સુધી વિના મૂલ્‍યે અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

તમામ ગેસ્‍ટહાઉસ હાઉસફુલ

સંસ્‍થાઓ શિવભકતો દ્વારા ફરારની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ હતી તેમજ સોમનાથ ટ્રસ્‍ટ, ડોગરેજી મહારાજ અન્નક્ષેત્ર દ્વારા ભોજનાલય માં વિના મુલ્‍યે ભોજન ની વ્‍યવસ્‍થા કરાયેલ હતી ગીર સોમનાથ તથા જુનાગઢ જિલ્લા માંથી પગપાળા પાંચ હજાર થી વધુ શિવ ભક્‍તો માટે હાઈવે ઉપર અનેક સ્‍ટોલની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે જેમાં પાણી શરબત ફરાળી વાનગીઓ સહિત ની સુવિધા કરવામાં આવેલ હોય.

ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી, પી.આઈપી. એસ.આઈ.એસ. આર.પી, હોમાગાર્ડ, ગ્રામ્‍ય રક્ષક દળ, સોમનાથ સીકયુરીટી દ્વારા કડક બંદોબસ્‍ત રાખી શિવભકતોને સુંદર રીતે દર્શન થઈ શકે તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

ભક્‍તોની ભારે ભીડ

પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્‍તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. સમગ્ર મંદિર પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભાવભીની હાજરી જોવા મળી હતી, જ્‍યાં ભક્‍તો દૂર દૂરથી જળ કાવડયાત્રા સ્‍વરૂપે પુષ્‍પો, બિલ્‍વપત્ર અને પવિત્ર જળ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં પધાર્યા હતા.

પહેલા શ્રાવણ સોમવારે મહાદેવને શ્વેત પુષ્‍પો તથા ગુલાબના હારોથી શણગારવામાં આવ્‍યા હતા. સાથે જ વિવિધ બિલ્‍વપત્રો અને રંગબેરંગી પુષ્‍પોથી કરવામાં આવેલા અલૌકિક શળંગારના દર્શને ભક્‍તો ધન્‍યતા અનુભવતા હતાં.

આરતી દરમિયાન ભરૂચથી પગપાળા નર્મદા માતાનું પવિત્ર જળ લઈને યુવાનો મહાદેવના અભિષેક માટે પધાર્યા હતા. પવિત્ર નર્મદાજળથી મહાદેવનો અભિષેક કરી તેમણે આધ્‍યાત્‍મિક તળપ્તિ અને ભક્‍તિની અનુભવી હતી.

શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્‍તોની શ્રદ્ધા અને ભક્‍તિભરી ઉમંગભેર હાજરી સોમનાથ મહાદેવના દિવ્‍યતાને વધુ ઉજાગર કરે છે.(૬.૧૧)

(10:52 AM IST)