<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

પોરબંદરમાં અઢી માસ પહેલા યુવાનના મૃત્‍યુમાં હત્‍યા થયાનું ખૂલ્‍યુ

લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરનાર સામે ખુનનો ગુન્‍હોઃ આરોપી સામે પુરાવા એકઠા કરવા સીસીટીવીના ફૂટેજ ઉપયોગી બન્‍યા

 

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ :.. છાંયા રોડ ઉપર અઢી માસ પહેલા યુવાનને ગંભીર ઇજા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

આ બનાવમાં લાકડાના ધોકા વડે હુમલો કરીને યુવાનની હત્‍યા કરી નાખવામાં આવ્‍યાનું પોલીસની લાંબી તપાસ બાદ ખૂલ્‍યું છે.

છાંયા રોડ ઉપર અઢી માસ પહેલા રાકેશ કિશોરભાઇ વિઠ્ઠલાણીને લાકડાના ધોકા વડે હુમલામાં ગંભીર ઇજા બાદ તે વખતે રાકેશનું સારવારમાં મૃત્‍યુ થયુ હતું તે સમયે જીવલેણ હુમલો કરનાર અને કારણ અંગે અન્‍ય કોઇ વિગતો બહાર આવી નહોતી.

આ જીવલેણ હુમલાની પોલીસે ઉંડાણપૂર્વક લાંબી તપાસમાં બનાવ સ્‍થળે સીસીટીવી ફૂટેજના આધારે આ જીવલેણ હુમલા કરનાર આરોપી પરેશ ઉર્ફે પરિયો ઉર્ફે લાંબો પરબત ગરચર સામે પોલીસે ખૂનનો ગુન્‍હો નોંધ્‍યો છે.

હત્‍યાના બનાવમાં આરોપી સામે ગુન્‍હો નોંધવામાં પુરાવા એકઠા કરવા પોલીસને સીસીટીવીના ફૂટેજ ઉપયોગી બન્‍યા હતાં.

(11:01 AM IST)