તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 4th August 2025
ભીખાભાઇ બાંભણીયાઃ લોકપ્રશ્નોનો સતત અવાજ ઉઠાવતા અડીખમ નેતા
એકપણ પક્ષમાં ન હોવા છતાં પણ રાજકીય અને સામાજીક રીતે કાર્યો માટે સતત દોડતા રહે છેઃ સરપંચથી ધારાસભ્ય સુધીની સફર


પ્રથમ તસ્વીરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્વેત ક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરિયન, બીજી તસ્વીરમાં પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલ, ત્રીજી તસ્વીરમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયા, મધુભાઈ ભુવા સાથે ભીખાભાઇ બાંભણીયા નજરે પડે છે.
પ્રથમ તસ્વીરમાં ભીખાભાઇ બાંભણીયા તેમના પત્નિ પ્રભાબેન સાથે તથા બીજી તસ્વીરમાં ભીખાભાઇ બાંભણીયાનો પરિવાર નજરે પડે છે.
અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ભીખાભાઈ બાંભણીયા નજરે પડે છે.(સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૩૦ :.. કોઇપણ પક્ષમાં જોડાયા વગર રાજકીય અને સામાજીક ક્ષેત્રે સતત સક્રિય રહીને લોકપ્રશ્નોને વાચા આપનાર જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા મળવા જેવા માનવી છે.
ભીખાભાઇ બાંભણીયાનો જન્મ તા. ૯-પ-૧૯૪૮ના રોજ રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામમાં થયો હતો. ભીખાભાઇ બાંભણીયાએ અભ્યાસ પુર્ણ કર્યા બાદ રાજકીય અને સામાજીક ક્ષેત્રમાં આગળ વધવાની ખૂબ જ ઇચ્છા હતી. અને તેઓએ નકકી કરેલ ધ્યેય તરફ આગળ વધવા માટે પગથીયા ચડવા લાગ્યા હતાં.
સૌ પ્રથમ ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયા પોતાના જસદણ તાલુકાના ગામ કમળાપુરમાં સરપંચ તરીકે ૧૯૭૪ થી ૧૯૮૬ સુધી રહ્યા હતા અને ગામમાં વિકાસ કાર્યો માટે સતત તત્પર રહીને ભીખાભાઇ બાંભણીયાએ હાઇસ્કુલ, ડામર રોડ, ગટર, બસ સ્ટેન્ડ, બાલ મંદિર, વોટર વર્કસ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા કમળાપુર ગામને અપાવી હતી. અને ગામ સમસ્ત ભોજન સમારંભનું પણ આયોજન કરાયું હતું.
આ ઉપરાંત ભીખાભાઇ બાંભણીયા ૧૯૮૩ થી ૧૯૯પ કમળાપુર કિશાન સેવા સહકારી મંડળી લી.ના સ્થાપક પ્રમુખ, ૧૯૮પ માં કમળાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના સ્થાપક પ્રમુખ રહી ચૂકયા છે.
ભીખાભાઇ બાંભણીયાએ ૧૯૮૮ માં કમળાપુર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પૂ. મોરારીબાપુ, પૂ. ભારતીબાપુ, દાનવીર દિપચંદભાઇ ગાર્ડી, પૂ. સચ્ચિદાનજી મહારાજની હાજરીમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ પૂ. અમરદાસબાપુ ખારાવાળાની સપ્તાહ રાખવામાં આવી હતી. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરવા માટે ઉમટી પડતા હતાં.
૧૯૮૯ થી ૧૯૯૧ સુધી ભીખાભાઇ બાંભણીયા જસદણ માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન તરીકે સેવા આપી ચૂકયા છે. જસદણ યાર્ડ ૧૦ વર્ષથી બીન કાર્યક્ષમ હતુ તેને કાર્યશીલ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને આ માટે ભીખાભાઇ બાંભણીયા સતત દોડતા રહ્યા હતાં.
પરિવારની માહિતી
રાજકોટ, તા. ૩૦ઃ જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાના પરિવારની વિગત જાઇઍ.
ભીખાભાઇ બાંભણીયાના પત્નિનું નામ પ્રભાબેન છે. તેમને સંતાનમાં ઍક પુત્ર હસમુખભાઇ છે. ત્રણ પુત્રીઅો છે. શોભનાબેન સુરેશકુમાર મારવીયા, લતાબેન રાજેશકુમાર સુવાગીયા, અમિતાબેન દુષ્યંતકુમાર ભુત છે.
અપક્ષ ધારાસભ્ય તરીકે ૫ વર્ષમાં ઢગલાબંધ વિકાસકાર્યો કર્યા
ભીખાભાઇ બાંભણીયા લોકોને સુવિધા મળે તે માટે તત્પર રહેતા
રાજકોટ તા.૩૦: જસદણના અપક્ષ ધારાસભ્ય તરીકે ભીખાભાઇ બાંભણીયા ચૂંટાયા બાદ જસદણ પંથકમાં ઢગલાબંધ વિકાસ કાર્યો કર્યા હતા.
ભીખાભાઇ બાંભણીયા જાગૃત અપક્ષ ધારાસભ્ય હોવા છતા લોકોના ઉપયોગી કાર્યો પ્રમાણીકતા અને નિષ્ઠાથી કર્યા હતા. ગાંધીનગર ૨ તેમજ સમગ્ર ગુજરાત રાજયમાં જસદણ વિસ્તારનું નામ ગુંજતું કર્યુ હતું. આઝાદી પછીના ૪૫ વર્ષના સમય ગાળામાં જે કામો થયા ન હતા તેનાથી વધારે વિકાસકાર્યો વર્ષના સમયગાળામાં કર્યા હતા.
જેમાં આટકોટ- વાસાવડ- પાંચવડા- જસાપર-ઘેલાસોમનાથ-નવાગામ-મોઢુકા-વિછીંયા-ઢેઢુકી-સહિત અસંખ્ય રસ્તાઅોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાણી-ગટર-વિજલાઇન સહિત અનેક કામો કર્યા હતા. જસદણ તાલુકાના દરેક ગામમાં તાલુકા તથા જીલ્લાના આયોજનમાંથી વધારેમાં વધારે ગ્રાન્ટ મેળવીને વિકાસકાર્યો કરાવ્યા હતા.

ચોથી જુલાઇઍ સુખદેવસિંહ ઝાલાઍ મારા ઘરે ગાંઠીયા ખાધા’તા
ભીખાભાઇને પૂર્વ ડીવાયઍસપી સુખદેવસિંહ ઝાલા સાથે પરિવારીક નાતો
રાજકોટ, તા. ૪ઃ પૂર્વ ડીવાયઍસપી સુખદેવસિંહ ઝાલા પરિવાર અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા પરિવાર સાથે આત્મીયતાનો નાતો હતો.
ભીખાભાઇ બાંભણીયાઍ જણાવ્યું હતુ કે, મારે અને સુખદેવસિંહ ઝાલા સાથે સારી દોસ્તી હતી. અમે સારા-નરસા પ્રસંગોમાં ઍકબીજાને મળતા રહેતા હતા.
તા. ૪ જુલાઇઍ નિવૃત ડીવાયઍસપી સુખદેવસિંહ ઝાલા મારા ઘરે આવ્યા હતા અને અમે ગાંઠીયા-જલેબી, ચા નો નાસ્તો સાથે કર્યો હતો.
ધારાસભ્ય તરીકે કાર્યરત હતા ત્યારે ભીખાભાઇ બાંભણીયાએ જસદણનાં ઓપનર ઉદ્યોગ અને ગોંડલના સિમેન્ટ ઉદ્યોગમાં ટેકસ નાબુદ કર્યો'તો
ભીખાભાઇ બાંભણીયા શ્રી લેઉવા પટેલ જ્ઞાતિ પંચ-જસદણ, શ્રી લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ-જસદણ, શ્રી સંસ્કાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં હાલ પ્રમુખ તરીકે કાર્યરત
આ કુંડાળામાં બેઠેલા સુધરી જાય તો બહાર રામરાજ્ય જ
છેઃ વિધાનસભામાં ભીખાભાઇ બાંભણીયાએ કટાક્ષ કર્યો'તો
રાજકોટ, તા. ૩૧: જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી અને જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતુ કે, ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ વિધાનસભામાં અવાર નવાર પ્રશ્નોતરીમાં ભાગ લેવાનો લાભ મળતો હતો. ત્યારે વિધાનસભામાં ગુંડાગીરી અંગે ચર્ચા દરમિયાન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, આ કુંડાળા (વિધાનસભા ગૃહ)માં બેઠેલા બધા જો સુધરી જાય તો બહાર રામરાજય જ છે. તેમ કહીને રાજકારણીઓ અંગે કટાક્ષ કર્યો હતો.
ડેમમાં ખુલ્લી જમીન થાય ત્યારે થતા ખૂનખરાબા બંધ કરાવ્યા
રાજકોટ, તા. ૩૧: ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, ડેમમાં ખુલ્લી જમીન થતી ત્યારે વારંવાર ખૂનખરાબા વાવવા માટે થતા હતા. તે બંધ કરવા માટે રાજય સરકારમાં સફળ રજૂઆત કરાઇ હતી. જેમાં જમીન ખુલ્લી થાય ત્યારે જે તે માલિકોને તે જમીન ઉપર વાવવાની પરવાનગી મળતી હતી. તેથી સંપાદન થયેલી જમીન ઉપર જે તે માલિકનો હકક અપાયો હતો.
ભીખાભાઇ બાંભણીયા
પૂર્વ ધારાસભ્ય-જસદણ
મો. ૯૮ર૪૦ ૩ર૪૯૦
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
