<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

મોરબીના મહેન્‍દ્રનગરમાં ફલેટમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : ૮ શખ્‍સો પકડાયા

વીસીપરાના રણછોડનગરમાં જુગાર રમતા બે શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા

ફલેટમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ : મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૪:   મહેન્‍દ્રનગર ગામે આવેલ પ્રભુકળપા એપાર્ટમેન્‍ટના ફ્‌લેટમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી પોલીસે આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૨૯,૮૦૦ જપ્ત કરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી ચંદુ જગજીવનભાઈ પટેલ મહેન્‍દ્રનગર પ્રભુકળપા એપાર્ટમેન્‍ટ ફ્‌લેટ નં ૧૦૪ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ફ્‌લેટમાં જુગાર રમતા ચંદુભાઈ જગજીવનભાઈ પટેલ, જીતેન્‍દ્ર ઉર્ફે જીતુભાઈ ભુપતભાઈ કણઝારીયા, અજીત બચુભાઈ બારોદરા, જયેશ ઈશ્વર પટેલ, કિશોર રાજાભાઈ પટેલ, વિજય પ્રેમજીભાઈ વાઘેલા, લીલાધર બેચરભાઈ પટેલ અને પ્રહલાદભાઈ રવજીભાઈ પાટલે એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૨૯,૮૦૦ જપ્ત કરી છે.

તેમજ બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રણછોડનગર ૨ વિસ્‍તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા અને અબ્‍દુલ ખાનભાઈ મોગલ રહે બંને વિસીપરા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૭૦૦ જપ્ત કરી છે.(૨૩.૧૭)

(12:54 PM IST)