News of Monday, 4th August 2025
અમરેલીમાં કામનાથ પુલની રેલીંગ ખોલવા રાજેશ માંગરોળીયાની માંગણી
કલેકટરને પત્ર પાઠવતા અમરેલી ભાજપના પૂર્વ મહામંત્રી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૪: અમરેલી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજેશ માંગરોળીયાએ કલેકટરને પત્ર પાઠવીને કામનાથ પુલની રેલીંગ ખોલવા માંગ કરી છે. રાજેશભાઇ માંગરોળીયાએ વધુમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ગંભીરા બ્રીજ તૂટવાની ઘટના ને લઇ ને રાજ્ય માં જર્જરિત બ્રીજો ને અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે જે પૈકી જેસીંગપરા અમરેલી ખાતે વડી - ઠેબી નદી ઉપર આવેલ કામનાથ પુલ છે જમરિત જાહેર કરી તે તંત્ર દ્વારા અવર જવર માટે બંધ કરવા માં આવેલ છે. જેના લીધે ચક્કરગઢ રોડ ઉપર આવેલ શૈક્ષણિક સંકુલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તથા આ વિસ્તાર માં હીરા ઘસતા કારીગરો તથા આ વિસ્તાર માંથી શ્રાવણ માસ નિમિતે કામનાથ મંદિરે આવતા શ્રધ્ધાળુઓને અવર જવરમાં ખુબજ મુશ્કેલી ઉભી થાય છે. તો આ બ્રીજ ને કે વ્હીલર તથા સાઇકલ અવર જવર કરી શકે તેટલો ખોલવામાં આવેતો ઉપરોક્ત તમામ લોકો ને ખુબજ સરળતા થાય તેમ છે
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
