<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

જામનગર હોમગાર્ડઝની નિરંતર નિષ્‍કામ સેવા પદાયાત્રીકોને રેડિયમ પટ્ટી લગાડો

 જામનગરઃ જામનગરથી જોગવડ ચાલીને જતાં પદયાત્રીઓને દર શનિવારે RTO ઈન્‍સ્‍પેક્‍ટર સાથે મળીને છેલ્લા એક વર્ષથી નિરંતર હોમગાર્ડઝ કમાન્‍ડન્‍ટ ગીરીશ સરવૈયા સાથે જવાનો લોકોની મહામૂલી જીંદગીનું રક્ષણ કરવા રેડિયમ રિફલેક્‍ટર લગાવે છે અને સરકારશ્રીના રોડ સેફ્‌ટી અભિયાનમાં મહત્‍વપૂર્ણ સેવાઓ આપે છે.!  આ ઉપરાંત દરેક તહેવારો દરમિયાન મોટી સંખ્‍યામાં ચાલીને જતાં પદયાત્રીઓને પણ આ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.! જે અંતર્ગત ગઈકાલે પવિત્ર શ્રાવણ માસ દરમ્‍યાન ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા જતાં મોટી સંખ્‍યામાં પદયાત્રીઓને પણ રેડિયમ રિફલેક્‍ટર લગાવવામાં આવ્‍યા હતા.! આ સેવાઓ માટે રેડિયમ રિફલેક્‍ટર RTO ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી જીતેન્‍દ્રસિંહ ચુડાસમા દ્વારા પૂરા પાડવામાં આવે છે.! આ સેવાઓ માટે હોમગાર્ડ્‍ઝ કમાન્‍ડન્‍ટ સાથે RTO ઈન્‍સ્‍પેક્‍ટર અને હોમગાર્ડઝ શહેર યુનિટના ઓફિસરો સાથે સભ્‍યો સ્‍વેચ્‍છાએ જોડાય છે.!

(1:34 PM IST)