<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

કેન્‍દ્ર-રાજય સરકાર ખેડૂતોની મુશ્‍કેલીઓ દુર કરવા સતત પ્રયત્‍નશીલઃ પૂનમબેન માડમ

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરની ઉપસ્‍થિતમાં પી.એમ.કિસાન ઉત્‍સવ દિવસની ઉજવણીઃ જામનગર જિલ્લાના એક લાખથી વધુ ખેડૂતોને પી.એમ. કિસાન સન્‍માન નિધીનાં રૂ.૨૨.૫૬ કરોડની સહાયનો લાભ મળ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરની ઉપસ્‍થિતિમાં કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, જામનગર ખાતે ‘પી.એમ. કિસાન ઉત્‍સવ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં પી.એમ. કિસાન સન્‍માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો ચૂકવાયો હતો.જેમાં જામનગર જિલ્લાના ૧,૦૧,૭૮૮ ખેડૂતોને રૂ.૨૨.૫૬ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ખેડૂતોને સંબોધતા સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્‍કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયત્‍નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે સાચા અર્થમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનું સંબોધન પણ ઉપસ્‍થિત સૌએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી નિહાળ્‍યું હતું. કળષિ વૈજ્ઞાનિક શ્રી કે.પી. બારૈયાએ ખેડૂતોને પ્રાકળતિક અને આધુનિક કળષિ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્‍યું હતું. વધુમાં, મહાનુભાવોના હસ્‍તે ખેડૂતોને ટ્રેક્‍ટર સહાય, કળષિ યાંત્રિકીકરણ સહાય સહિતના કળષિ સહાયના લાભો પણ અર્પણ કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલે સૌનું સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર કેતન ઠક્કર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, અગ્રણી વિનુભાઈ ભંડેરી, નાયબ ખેતી નિયામક કે.એસ. ઠક્કર સહિત બહોળી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:35 PM IST)