News of Monday, 4th August 2025
છોટીકાશીમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પણ શિવ ભક્તિનો મહીમાં અપરંપાર
અનેક શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજયો

આજે શ્રાવણ માસ ના દ્વિતીય સોમવારે પણ વહેલી સવારથી જ શિવ ભક્તોઍ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા ઙ્કાર્થના કરી હતી. પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો ઍ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય ઍવા બિલ્વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો. પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોનો અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ની મધ્ય માં આવેલા શિવ મંદિરની બહાર ટ્રાફિક પોલીસના જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ને પણ મૂકવામાં આવ્યા છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર) (પ-૧૭)
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
