News of Tuesday, 5th August 2025
મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજના ૧૭૨ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્રભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા, વિજયભાઈ રાવલ સહિતની ટીમે જહેમત ઉઠાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પરશુરામ ધામ નવલખી રોડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ૧૭૨ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મોરબી ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ પંકજભાઈ રાવલ, પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, એડવોકેટ જલ્પાબેન પંડ્યા, મોરબી જિલ્લા મહિલા બ્રહ્મ સમાજ પ્રમુખ કિરણબેન ઠાકર રાજુભાઈ કે ભટ્ટ, જયેશભાઈ દવે, અતુલભાઇ જોશી, અજયભાઈ ધાંધલીયા સુરેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ રાવલ અને રુચિતાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્રભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા, વિજયભાઈ રાવલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
